ગોંડલ: ગોંડલ શહેરમાં એટીએમ સેન્ટરો પર મદદ કરવાના બહાને કાર્ડ બદલાવી લેતી ગેંગ ફરી સક્રિય થઈ છે. ગોંડલ નગરપાલિકામાં નોકરી કરતા અને મોહન પાર્કમાં રહેતા રશીલાબેન રૈયાણી (ઉ.વ. 57) સાથે કડિયા લાઈન સ્થિત એસબીઆઈના એટીએમમાં રૂ.40 હજારની છેતરાપિંડીનો બનાવ બન્યો છે.
ગત
તા. 25ના રોજ સવારે રશીલાબેન પૈસા ઉપાડવા ગયા ત્યારે મશીનમાં કાર્ડ ચાલતું ન હોવાથી
પાછળ ઉભેલા એક અજાણ્યા શખ્સે મદદ કરવાની લાલચ આપી હતી. ગઠિયાએ કાર્ડ મશીનમાં નાખી ઓટીપી
જાણી લીધો હતો અને નજર ચૂકવી અસલ કાર્ડ બદલાવી લઈ બીજું કાર્ડ પધરાવી દીધું હતું. ત્યારબાદ
રશીલાબેન બેંકમાં તપાસ કરવા ગયા ત્યાં જ તેમના ખાતામાંથી રૂ.40 હજાર ઉપડી ગયાના મેસેજ
આવતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આ મામલે ગોંડલ સીટી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો
નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.