સલાયા, તા.4: સલાયા મરીન પોલીસે બાતમીના આધારે ડીઝલના ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરી ગેરકાયદે વેંચાણ કરતા પાંચ શખસને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ડીઝલનો જથ્થો, કાર, રોકડ રકમ સહિત કુલ રૂ.21,87,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સલાયા
મરીન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોસ્ટેબલ ઓમદેવાસિંહ ભીખુભા જાડેજા
તથા ધર્મેન્દ્રાસિંહ ગુમાનાસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, અમુક શખસો નાયરા એનર્જી
કંપની દેવળિયા ખાતેથી ડીઝલના ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરી અને એ ડીઝલનું ગેરકાયદે
વેચાણ કરે છે. બાતમીના આધારે દાતા ગામના મહેન્દ્રાસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા નાયરા
કંપની દેવળિયા ખાતેથી ડીઝલના ટેન્કરો ચલાવતા હોય અને ટેન્કરમાંથી ડીઝલનો અમુક જથ્થો
કેરબા અને બેરલમાં ભરી ચોરી કરી સીમાની કાલાવડ ગામ ખાતે વેચાણ કરવા ગયા હોવાની બાતમી
મળી હતી. જેના આધારે આરોપી મહેન્દ્રાસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા, હરદેવાસિંહ વિક્રમાસિંહ
ચુડાસમા, હરીશ સામત ધમા, રાજદીપાસિંહ ભીખુભા ચુડાસમા, રણજીતાસિંહ ધીરુભા ચુડાસમાને
રૂ.72000ની કિંમતના 800 લિટર ડીઝલ, રોકડા રૂ.85700 તથા સ્કોર્પિય તથા બોલેરો કેમ્પર
મળી કુલ રૂ.21,87,700નો મુદ્દામાલ કબજે કરી પાંચેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.