• સોમવાર, 02 માર્ચ, 2026

જૂનાગઢ, માળીયા અને શીલમાં જુગાર રમતા 11 શખસ ઝડપાયા

જૂનાગઢ તા.1 : જુનાગઢ , માળીયા અને શીલમાં પોલીસે જુગારના 3 દરોડા પાડી રૂ.3 લાખના મુદ્દામાલ સાથે 11 શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે જાહેરમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા જયદીપ  ખાચર, લાલભાઈ અને ભાર્ગવને રૂપિયા 14,500 રોકડા તથા મોબાઇલ મળી કુલ રૂ. 99,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં શીલના મેખડી ગામે હરી રામા મેરના મકાનમાં પોલીસે જુગારનો દરોડો પાડી રૂ. 98260 રોકડા, મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ. 1.78 લાખના મુદ્દામાલ સાથે મકાન માલિક હરી રામાં મેર, લખમણ વીરા બગીયા અને ગાંગા મુળુ પરમારને ઝડપી લીધા હતા. 

જ્યારે માળીયાહાટીના તાલુકાના આંબલગઢ ગામની સીમમાં જુગાર રમતા મનોજ જયંતિ માઢક, જયસુખ ખીમા પાનસેરીયા ,પરેશ કાંતિલાલ મહેતા, નરેન્દ્ર કાશીરામ પુરોહિત અને દીપક મોહન માઢકને રૂ. 12240 સાથે ઝડપી લઇ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક