રશિયા પાસેથી ક્રૂડ-ગેસ-પેટ્રોલિયમ-યૂરેનિયમની ખરીદી ન કરવા દબાણ : યુક્રેન પહોંચેલા અમેરિકી સાંસદે ભારત-ચીનને ટાંકી ધમકી ઉચ્ચારી : ભારત-રશિયા-ચીન ત્રિપુટીને સંગઠિત થતાં રોકવા પ્રયાસ : ટ્રમ્પની ટેરિફ વોરમાં ભારત ગૂંચવાયું
વોશિંગ્ટન/કીવ,
તા.31 : ભારત, રશિયા અને ચીનની ત્રિપુટીને ફરી સક્રિય કરવા પ્રયાસ શરૂ થતાં ગિન્નાયેલી
અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારતને પ00 ટકા ટેરિફની ધમકી આપી છે. અમેરિકાએ ભારતને સ્પષ્ટ
શબ્દોમાં કહયું છે કે જો તે રશિયા પાસેથી ક્રૂડ, ગેસ અથવા પેટ્રોલિયમ પ્રોડકટસ-યુરેનિયમની
ખરીદી કરશે તો તેના પર પ00 ટકા ટેરિફ લગાવવામાં આવશે. સેનેટર રિચર્ડ બ્લૂમેંથલે યુક્રેન
ખાતે આવી ધમકી અમેરિકી સરકાર વતી ઉચ્ચારી હતી. ટ્રમ્પની ટેરિફ વોરમાં ભારત ગૂંચવાયુ
છે કારણ કે એક તરફ અમેરિકા છે તોબીજી તરફ રશિયા. ભારત બંન્નેમાંથી કોઈને નારાજ કરી
શકે
તેમ
નથી.
અમેરિકા
પાસે આજે સૌથી મોટું હથિયાર ટેરિફ છે જેના દ્વારા તે અન્ય દેશોને વારંવાર ધમકાવી રહ્યું
છે. અમેરિકાએ હવે ભારતને રશિયા પાસે ખરીદી કરવા સામે ચેતવણી આપી છે. યુક્રેનની રાજધાની
કીવની મુલાકાતે આવેલા અમેરિકાના સાંસદ રિચર્ડ બૂલમેંથલે કહ્યું કે રશ્યા પાસેથી જે
કોઈ દેશ ક્રૂડ, ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની ખરીદી કરે તેના પર પ00 ટકા ટેરિફ લગાવવી
જોઈએ. પોતાની વાતમાં તેમણે ભારત અને ચીન તરફ આવો ઈશારો કર્યો હતો. કારણ કે બંન્ને દેશ
રશિયા પાસેથી 70 ટકા ક્રૂડની ખરીદી કરે છે.
અમેરિકાની
પ00 ટકા ટેરિફની ધમકી એવા સમયે આવી છે જયારે રશિયાએ ભારત-રશિયા-ચીનને ફરી એક સાથે આવવાની
તરફેણ કરી છે. અમેરિકાના સાંસદો રશિયાને ભીંસમાં લેવા એક નવું બિલ લાવી રહ્યા છે જેમાં
રશિયા પાસેથી ક્રૂડ-ગેસ, યૂરેનિયમ સહિતની ખરીદી કરનારા દેશો પર પ00 ટકા ટેરિફ લાદવાની
જોગવાઈ કરવામાં આવી છે. અમેરિકી સાંસદે કહ્યું કે જયાં સુધી રશિયા યુક્રેન સાથે શાંતિ
વાર્તા નહીં કરે ત્યાં સુધી આ સજા ચાલુ રહેશે.
આવતાં સપ્તાહે અમેરિકી સંસદમાં આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.
સ્ટિલ
પર ઝીંક્યો 50 ટકા ટેરિફ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફથી હુમલો શરૂ કરી દીધો છે. અમેરિકાએ સ્ટિલ પરનો ટેરિફ (આયત શુલ્ક) રપ ટકાથી વધારીને સીધો પ0 ટકા કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે આ નિર્ણયથી અમેરિકાના સ્ટિલ ઉદ્યોગને ફાયદો થશે. પેન્સિવેનિયાના એક સ્ટિલ પ્લાન્ટની મુલાકાત વખતે ટ્રમ્પે ટેરિફ વધારાની વાત કરી હતી. નવો ટેરિફ આગામી બુધવારથી લાગૂ કરવામાં આવશે. સ્ટિલ પર ટેરિફ વધારાથી ભારત પર દબાણ વધશે.
ભારત-પાક
પર પાછો ટ્રમ્પનો દાવો
વેપાર
બંધ કરવાની ચેતવણીથી યુદ્ધ રોકાવ્યું !... મસ્કને શાનદાર મિત્ર કહ્યા
વોશિંગ્ટન,
તા. 31 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ ચસ્કી ગયું હોય તેમ વધુ એકવાર
દાવો કર્યો હતો કે, તેમણે જ ભારત અને પાકિસ્તાનને લડતાં રોકયા હતા.
ઓવલ
કાર્યાલયમાં મસ્ક સાથે પત્રકાર પરિષદને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે, પાક વચ્ચેની
લડાઇ અણુયુદ્ધ સુધી વકરી શકતી નથી.
અમેરિકી
પ્રમુખ બોલ્યા હતા કે, પાકના કેટલાક નેતા સમજદાર છે. તેમણે વાત માની અને લડાઇ રોકાઇ
ગઇ.
ભારત
પાકના નેતાઓનો આભાર માનું છું. અમે બંને દેશને કહ્યું હતું કે, જે એક બીજા પર હુમલા
કરે છે, તેવા દેશો સામે અમેરિકા વેપાર નહીં કરે. એટલે યુદ્ધ બંધ થયું, તેવો દાવો ટ્રમ્પે
કર્યો હતો.
દરમ્યાન,
મસ્કને સોનેરી ચાવી ભેટ આપતા એમરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ દેશ તરફથી આભારના
પ્રતીક રૂપે આપ્યું છે.
પત્રકારો
સમક્ષ મસ્કની પ્રશંસા કરતા ટ્રમ્પે તેમને પોતાના શાનદાર દોસ્ત લેખાવ્યા અને કહ્યું
હતું કે, મસ્કે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.