મહિલા, શખસ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ઝડપાયા
મુંબઈ
તા.રર : ફિલ્મ અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી છે. અલગ અલગ બનાવમાં
એક અજાણી મહિલા અને એક શખસ તેના ગેલેકસી એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ઝડપાયા
છે.
સલમાનને
લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ તરફથી સતત મળી રહેલી ધમકી વચ્ચે તેને વાય પ્લસ સુરક્ષા આપવામાં
આવી છે. દરમિયાન બુધવારે એક મહિલા સલમાનના ફલેટ સુધી પહોંચી ગઈ ત્યારે તેને પકડવામાં
આવી હતી. તેની ઓળખ 36 વર્ષની ઈશા છાબડા તરીકે થઈ છે. તે સલમાનને મળવા ઈચ્છતી હોવાનું
રટણ કર્યુ છે. અન્ય બનાવમાં છત્તીસગઢનો જીતેન્દ્રકુમાર નામનો શખસ સલમાનને મળવાના ઈરાદે
ગુરુવારે એક કાર પાછળ છુપાઈને ગેલેકસી એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો હતો. આરોપી સલમાનના
ઘર આસપાસ આંટાફેરાકરી રહયો હતો ત્યારે પોલીસકર્મીઓએ અટકાવી અહીંથી ચાલ્યા જવા સૂચના
આપી હતી તેમ છતાં તે એક કારની પાછળ છૂપાઈને ઈમારતના દરવાજાની અંદર સુધી આવી ગયો હતો.
પોલીસે તેને તુરંત પકડી લીધો હતો.