મદરેસામાં રહેતા મૌલાનાને SOGએ ઉઠાવી લીધા, પાકિસ્તાન જોડાણ અંગે સઘન તપાસ
અમરેલી
તા. 2 : કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ અમરેલી
જિલ્લામાં રહેતા બાંગ્લાદેશીઓ અને ઘુસણખોરો
સામેની તપાસ શરૂ હોય ત્યારે અમરેલી પોલીસ દ્વારા ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા
એક મદરેસામાં એક મૌલાના અંગેની તપાસ કરતાં તેમની પાસે રહેઠાણના કે અન્ય કોઈ આધાર પુરાવા
કે આધારકાર્ડ હાજરમાં નહીં મળી આવતાં પોલીસ દ્વારા આ ઇસમ સામે તપાસનો ધમધમાટ
શરૂ
કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે ધારી
પોલીસમાં જાણવાજોગ નોંધ કરી હતી. મૌલાનાની ગતિવિધિ સામે અમરેલી એસ.ઓ.જી પોલીસે તપાસ
શરૂ કરી દીધી હતી. ત્યારે આ શંકાસ્પદ ઇસમના મોબાઈલમાંથી ‘પાકિસ્તાન’ અને ‘અફઘાનિસ્તાન’ના
સોશ્યલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલી
પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓ
અને પ્રરપ્રાંતીય ઈસમો અંગે તપાસ કરતા હોય, ત્યારે ધારી નજીક આવેલા હિમખીમડીપરા વિસ્તારમાં
ગઇકાલે પોલીસમાં મદરેસામાં રહેતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખે (ઉ.વ.27) પોતાના
મુળ રહેઠાણ અંગેના કોઈપણ આધાર પુરાવા રજુ કર્યા ન હોય અને કોઈ સંતોષકારક જવાબ આપ્યો
ના હોય જેથી આ ઇસમના મુળ નાગરીકત્વ અંગેની તપાસ કરવા તેમજ આ શંકાસ્પદ વ્યક્તિના મુળ
રહેઠાણ અંગેના તમામ અસલ દસ્તાવેજ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોમાંથી
મળતી વિગત મુજબ મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખનો મોબાઇલ ફોન પોલીસે તપાસતા મોબાઈલમાંથી
‘પાકિસ્તાન’ અને ‘અફઘાનિસ્તાન’ના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા હતાં. સ્પેશિયલ
ઓપરેશન બ્રાન્ચ (જઘઋ)ની ટીમ દ્વારા મોબાઈલ કબ્જે લઈ મોબાઇલ ફોનથી કોઈ ગુપ્ત માહિતીની
આપ-લે થઈ છે કેમ ? તે અંગેની તપાસ કરવા મોબાઇલ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો
છે. ત્યારે આ ઇસમની પૂછપરછ દરમિયાન
આ મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાની વિગતો આપતા અમરેલી એસ.અૉ.જી. દ્વારા
તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. હકીકતમાં આ અમદાવાદના રહેવાસી હોવા અંગેના પુરાવા
મળી આવ્યાં છે.
-----------
જેતપુરમાંથી
બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાયો
જેતપુર,
તા.2 : પહલગામના થયેલ આંતકવાદી હુમલાની ઘટનાને ધ્યાને લઈ ભારત સરકારે દેશમાં ઘૂસણખોરી
કરતા અન્ય દેશના લોકોને શોધી કાઢી પોતાના દેશમાં પરત મોકલવા અને પોતાના દેશમાં પરત
નહીં જનાર ઘૂસણખોરી કરતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં ગૃહવિભાગમાંથી આદેશ
કરાયો છે ત્યારે જેતપુરમાં અગાઉ એક બાંગ્લાદેશી
મહિલા બાદ વધુ એક શખસ ઝડપાયો છે. પ્રાપ્ત માહિતી
અનુસાર એલસીબી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સંયુક્ત રીતે નવાગઢમાં રૂબી પ્રોવિઝન
સ્ટોર પાસે દરોડો પાડીને અકરમ સરદાર ગુલામ રસુલ શેખ (રહે. મોહિજાદિયા, થાણા દિગોલિયા,
ખૂલના, બાંગ્લાદેશ) નામના શખસ પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ,
પાનકાર્ડ કે અન્ય કોઈ બીજા પુરાવા ન મળતાં તે શખસની પૂછપરછ કરતા, પોતે બાંગ્લાદેશી
નાગરિક હોવાનું ખુલ્યું હતું. આ શખસ કોઈ પણ વિઝા કે ભારત સરકારની મંજૂરી વગર અહીં રહેતા
હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમે વધુ સઘન તપાસ કરતાં તેની પાસેથી બાંગ્લાદેશનું
આઇડી કાર્ડ મળ્યું હતું જેથી તેને નજર કેદ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.