60 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનો ઉપર ભીડ નિયંત્રણ માટે કરાશે ખાસ વ્યવસ્થા
નવી
દિલ્હી, તા.17: દિલ્હીમાં રેલવે સ્ટેશને શનિવારે થયેલી ભયંકર ભાગદોડ પછી રેલવે વિભાગ
હવે આવી દુર્ઘટનાઓને ધ્યાને રાખીને મોટું પગલું ભરવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે દેશનાં
60 સૌથી વધુ વ્યસ્ત રેલવે સ્ટેશનો ઉપર કાયમી હોલ્ડિંગ ઝોન બનાવવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ભીડ નિયંત્રણ માટે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ
(એઆઈ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રેલવે અધિકારીઓને વિશેષ તાલીમ આપીને મુસાફરોનું
આવાગમન સુરક્ષિત બનાવવા માટે દિશાનિર્દેશો આપવામાં આવશે. આનાં માટે નિશાનીઓનો ઉપયોગ
કરવામાં આવશે. સાથોસાથ ડિવાઈડર્સની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. ખાસ કરીને પ્રયાગરાજને
જોડતા 3પ રેલવે સ્ટેશનો ઉપર ભીડ નિયંત્રણ માટે સખ્તાઈથી દેખરેખ રાખવામાં આવશે. તેનાં
માટે સેન્ટ્રલ મોનિટરિંગ વ્યવસ્થા કરાશે.