દવા ઉપર 100 ટકા, સ્ટીલ-એલ્યુમિનિયમ ઉપર 50 ટકા ટેરિફ: ટેરિફને ગણવાની પ્રક્રિયામાં પણ ટ્રમ્પ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો બદલાવ
નવી
દિલ્હી, તા. 3 : ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની અમેરિકા
ફર્સ્ટની આર્થિક નીતિને વધારે આકરી બનાતા સ્ટીલ, એલ્યુમિનિયમ, તાંબુ અને વિદેશી દવાઓ
ઉપર નવા આયાત શુલ્ક નિયમોની ઘોષણા કરી છે. જેમાં દવાઓ ઉપર 100 ટકા અને સ્ટીલ-એલ્યુમિનિયમ
ઉપર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ બદલાવનો હેતુ આયાત પ્રક્રિયાને સરળ બનાવવાની
સાથે વિદેશી દવા કંપનીઓ અને ધાતુ નિકાસકારો ઉપર દબાણ લાવવાનો છે, જેથી પોતાના નિર્માણ
યુનિટો અમેરિકામાં સ્થાપિત કરે.
ટ્રમ્પ
પ્રશાસને 1974ના વ્યાપાર અધિનિયમની ધારા 232 હેઠળ સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબાની આયાત
ઉપર 50 ટકા ટેરિફ યથાવત્ રાખ્યો છે. જો કે તેની ગણતરી કરવાની પ્રક્રિયા બદલી છે. હવે
ટેરિફ આયાત કરેલી વસ્તુના એવા મૂલ્ય ઉપર લાગશે જેની અમેરિકી ગ્રાહકો ચુકવણી કરે છે.
માત્ર ધાતુની માત્રાના અધારે ચાર્જ લાગશે નહી. આ બદલાવ પાછળનું મુખ્ય કારણ અંડર રિપોર્ટિંગને
રોકવાનું છે.
જો
કોઈ ઉત્પાદનમા ધાતુનું વજન 15 ટકાથી ઓછું છે
તો તેના ઉપર 25 ટકા શુલ્ક લાગશે. જો કે અમેરિકી સ્ટીલ કે તાંબાના ઉપયોગની વસ્તુ ઉપર
10 ટકા શુલ્ક લાગશે. વિજળી ગ્રીડ અને ઔદ્યોગિક ઉપકરણો માટે ટેરિફને 50 ટકાથી ઘટાડીને
15 ટકા કરવામાં આવ્યો છે. ટ્રમ્પે આ સાથે દવા નિર્માતાઓ ઉપર અમેરિકામાં ઉત્પાદનનું
દબાણ કરવા મોટો દાવ રમ્યો છે. અમુક ખાસ આયાત થતી દવા ઉપર 100 ટકા ટેરિફ લાગાડવામાં
આવી છે. આ નવો નિયમ એવી પેટન્ટ દવા ઉપર લાગુ થશે જે એવા દેશોમાં બને છે જેની સાથે અમેરિકાની
કોઈ ટેરિફ સમજૂતી નથી.