• શનિવાર, 04 એપ્રિલ, 2026

અમદાવાદ એરપોર્ટ પરથી 2.25 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત

જબલપુરના બે મુસાફરો પાસેથી વેક્યુમ સીલબંધ 8 પ્લાસ્ટિક પેકેટ મળ્યા હતા

અમદાવાદ,તા.3 : (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરીનો મોટો કિસ્સો ઝડપાયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બેંગકોકથી આવેલા બે શખ્સો પાસેથી આશરે 2.254 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ‘હાઈડ્રોપોનિક ગાંજો’ જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.

બાતમીના આધારે વિયેટજેટ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા બેંગકોકથી ઉતરેલા મધ્ય પ્રદેશના જબલપુરના બે મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી. તેમના સામાનની તપાસ કરતા વેક્યુમ સીલબંધ 8 પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ તે પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું ખુલતા કસ્ટમ વિભાગે બંનેની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી છે. હાલ આ ડ્રગ્સ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક