ગઈંઅએ તપાસ હાથમાં લીધી : અત્યાર સુધીમાં 35 શખસ પકડાયા
નવી
દિલ્હી, તા. 3 : પશ્ચિમ બંગાળના માલદા જીલ્લામાં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની
ઘટનામાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનઆઈએને તપાસ સોંપવામાં આવી છે. આ દરમિયાન પોલીસે
પણ કાર્યવાહી કરતા મુખ્ય સાજિશકર્તા મોફક્કરુલ ઈસ્લામની ધરપકડ કરી છે. બીજી તરફ એનઆઈએની
ટીમ પણ માલદા પહોંચી ગઈ હતી.
માલદાની
ઘટના ઉપર ઉત્તર બંગાળના એડીજી કે જયરામને નિવેદન આપ્યું હતું કે બનાવમાં અત્યાર સુધીમાં
35ની ધરપકડ કરવામાં આવી છે અને 19 ફરીયાદ નોંધાઈ છે. મુખ્ય સાજીશકર્તા મોફક્કરુલ ઈસ્લામને
બાગડોગરામાંથી પકડવામાં આવ્યો છે. એનઆઈએ આ કેસની તપાસ પોતાના હાથમાં લેશે. મોફક્કરુલ
પોતાને વકીલ બતાવે છે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમનો નેતા છે. માલદાના પ્રદર્શનનું
નેતૃત્વ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભાજપ નેતા સુકાંત મજુમદારે
સવાલ કર્યો હતો કે શું મમતા બેનરજી દ્વારા થયેલી ઉશ્કેરણીજનક હરકતોના કારણે આવી સ્થિતિ
પેદા થઈ છે ? તેમણે ચૂંટણી પંચને પુરા બનાવની તપાસ કરવા આગ્રહ કર્યો હતો અને જે નામ
હટાવવામાં આવ્યા હતા તેઓ હકીકતમાં ભારતના નાગરિક છે કે નહી તેની પણ તપાસ જરૂરી હોવાનું
કહ્યું હતું.