• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

ટ્રમ્પના શપથ તીવ્ર ઠંડીનાં કારણે ખુલ્લામાં નહીં; સંસદમાં થશે

40 વર્ષમાં પહેલીવાર આવું થશે

વોશિંગ્ટન, તા.18 : અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ તા.ર0 જાન્યુઆરીને સોમવારે ખુલ્લામાં નહીં પરંતુ બંધ બારણે યોજવામાં આવનાર છે. અમેરિકાના છેલ્લા 40 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ખુલ્લામાં શપથ સમારોહ નહીં યોજાય.

અમેરિકામાં હાલ ભીષણ ઠંડી પડી રહી છે જેને પગલે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યૂએસ કેપિટલ હિલ એટલે કે સંસદની અંદર યોજવા નિર્ણય લેવાયો છે. ટ્રમ્પના શપથના દિવસે તાપમાન માઈનસ 7 ડિગ્રી સે.રહેવાનું અનુમાન છે. છેલ્લે 198પમાં રોનાલ્ડ રીગનનો શપથ સમારોહ કેપિટલ હિલ ઈમારતની અંદર યોજાયો હતો.

ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે દેશમાં આર્કટિકનું તોફાન ચાલી રહ્યું છે. હું નથી ઈચ્છતો લોકોને કોઈ પ્રકારની ઈજા પહોંચે. એટલે મેં પ્રાર્થના અને અન્ય ભાષણો ઉપરાંત ઉદ્ઘાટન ભાષણ પણ રોટુંડા (સંસદની ઈમારતનો ગોળાકાર ઓરડો)માં યોજવા આદેશ આપ્યો છે. દરેક સુરક્ષિત રહેશે, દરેક ખુશ રહેશે અને આપણે સૌ સાથે મળીને અમેરિકાને ફરી મહાન બનાવીશું.

 

ઇ-પેપરના નવા શુલ્ક