• શનિવાર, 27 જુલાઈ, 2024

રાજસ્થાનની ક્યાં ભૂલ થઈ તે બતાવવું કઠિન : કપ્તાન સેમસનનો એકરાર

જયપુર, તા.11: પોઇન્ટ ટેબલ પર ટોચની ટીમ રાજસ્થાન રોયલ્સને સીઝનની પહેલી હાર મળી છે. આઇપીએલના ગઈકાલના મેચમાં રાજસ્થાન સામે ગુજરાત ટાઇટન્સનો આખરી દડે દિલધડક વિજય થયો હતો. આખરી દડા પર રાશિદ ખાને ચોક્કો ફટકારીને રાજસ્થાનને હારનો સ્વાદ ચખાડયો હતો. સતત ચાર જીત બાદ આરઆરની આ પહેલી હાર હતી. મેચ બાદ આરઆરના કપ્તાન સંજુ સેમસનને જ્યારે એવો સવાલ થયો કે રાજસ્થાનની કયાં ભૂલ થઈ. તો સેમસને સીધો સટ્ટ જવાબ આપ્યો કે આખરી દડા પર. બાદમાં સેમસને કહ્યંy આ તકે શું ભૂલ થઈ તે વિસ્તારથી બતાવવું મુશ્કેલ છે. મેચ બાદ કપ્તાન માટે એ કહેવું મુશ્કેલ હોય છે મેચ કઈ રીતે સરકી ગયો જ્યારે અમારી ભાવનાઓ શાંત થશે ત્યારે બતાવીશ. જીતનો શ્રેય ગુજરાત ટાઇટન્સને મળે છે. ટૂર્નામેન્ટની આ જ ખૂબસૂરતી છે. અમારી આ મેચમાંથી શીખવાનું રહેશે અને આગળ વધવાનું રહેશે. હું જ્યારે બેટિંગમાં હતો ત્યારે એમ લાગી રહ્યંy હતું કે 180 આસપાસનો સ્કોર સારો બની રહેશે. 196 વિજયી સ્કોર હતો. અમે તેને બચાવી શક્યા નહીં. તેમણે (ગુજરાત) સારી બેટિંગ કરી.

-------------

સેમસન પર 12 લાખનો દંડ

ગુજરાત સામેની આંચકારૂપ હાર બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન પર મેચ રેફરીએ 12 લાખનો દંડ ફટકાર્યો છે. આ મેચ છેલ્લા દડા સુધી ચાલ્યો હતો. રાજસ્થાન ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર સમાપ્ત કરી શકી ન હતી. સીઝનની આ પહેલી ભૂલ હતી. આથી કેપ્ટન સંજુ સેમસન પર 12 લાખનો દંડ થયો છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 3 વિકેટે 196 રન કર્યા હતા. જવાબમાં કપ્તાન ગિલના 72 અને અંતમાં તેવિતિયાના 11 દડામાં 22 અને રાશિદ ખાનના 11 દડામાં અણનમ 24 રનથી ગુજરાતનો આખરી દડે વિજય થયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024