ક્રાઇસ્ટચર્ચ, તા.27ઃ ભારત સામેના બીજા ટેસ્ટના પહેલા દિવસે ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ફોર્મ વાપસી કરીને ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેણે પહેલા ટેસ્ટની ડબલ ઝીરોની નિષ્ફળતા ભુલીને આજે અર્ધ સદી કરી હતી. આ સાથે જ ટોમ લાથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન કરનારો બેટર બની ગયો છે. તેણે પૂર્વ કપ્તાન કેન વિલિયમ્સનને પાછળ રાખી દીધો છે. વિલિયમ્સને ડબ્લ્યૂટીસીમાં 32 મેચની પ8 ઈનિંગમાં 11 સદી અને 7 અર્ધસદીથી 302પ રન કર્યાં હતા. લાથમે 86 ઇનિંગમાં 3038 રન પૂરા કરી ટોચનું સ્થાન મેળવ્યું છે. લાથમને આજે 29 રને જીવતદાન મળ્યું હતું. આકાશ દીપની બોલિંગમાં સ્લીપમાં કેએલ રાહુલે તેને કેચ પડતો મુક્યો હતો. આ પછી તેણે પ9 રનની મહત્ત્વની ઈનિંગ રમી હતી.
લાથમના હવે કુલ 6પ09 રન થયા છે. તે ન્યુઝીલેન્ડ તરફથી સર્વાધિક રન કરનારો બેટધરોની સૂચિમાં ચોથા ક્રમે આવી ગયો છે. આ સૂચિમાં વિલિયમ્સન (9પ1પ) પહેલા નંબર પર છે. આ પછી રોસ ટેલર (7683) અને સ્ટીફન ફલેમિંગ (7172) છે. લાથમ હવે મેક્કયૂલમ (64પ3)થી આગળ થયો છે.