• રવિવાર, 29 નવેમ્બર, 2026

અમરેલીના વેપારી સાથે 33 લાખની છેતરપિંડી

સીંગદાણા ખરીદ કરી સુરતના વેપારીએ નાણાં ચૂકવ્યા નહીં : સહી ડીફરવાળા બે ચેક આપતા સુરતની પેઢી સામે અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ

અમરેલી, તા.28: અમરેલીના જલારામ નગર-2માં આવેલી બંસીધર સ્કૂલની બાજુમાં, હનુમાનપરા રોડ ઉપર રહેતા મયુરભાઇ રમેશભાઇ કાવઠીયા નામના વેપારીની અમરેલીના જી.આઇ.ડી.સી.માં આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના નામની પેઢી ખાતે ગત તા.21/10ના રોજ સુરત ખાતે આવેલી બુટાણી એન્ટરપ્રાઇઝ પેઢીના  માલીક સંજય લાલજીભાઇ બુટાણી નામના શખસો સીંગદાણાનો વેપાર કરે તેવી વાત કરેલી છે તેમ વાત કરી અમરેલીના વેપારીને વિશ્વાસમાં લઇ 10 દિવસમાં બીલ ચુકવી આપવાની શરતે આરોપીએ સીંગદાણા રૂપિયા 115 કિલોના ભાવે 5,000 કિલોના ટેકસ સહિત કુલ રૂપિયા 6,03,750 તેજ આરોપીના કહેવાથી પ્રમુખ  એન્ટરપ્રાઇઝના માલીક પ્રકાશભાઇ બટુકભાઇ ઝાલાને સીંગદાણા રૂપિયા 116 પ્રતિ કિલોના ભાવે  10,000 કિલોના ટેકસ સહિત કુલ રૂપિયા 12,18,000 તેમજ ગત તા.25/10 સીંગદાણા રૂપિયા 118 પ્રતિ કિલોના ભાવે 12,000 કિલોના ટેકસ સહિત કુલ રૂપિયા 14,86,800 મળી કુલ રૂપિયા 33,08,550નો માલ અમરેલીના વેપારીએ મોકલી આવ્યો હતો.

બાદમાં અમરેલીના વેપારીએ પૈસા બાબતે આરોપીનો સંપર્ક કરતા આરોપીએ ખોટા વાયદાઓ આપ્યા હતા અને આરોપીએ પ્રમુખ  એન્ટરપ્રાઇઝ નામની પેઢીના અલગ-અલગ રકમના સહી ડીફરવાળા બે ચેક કુરીયરથી મોકલી સુરતના  વેપારીએ કુલ રૂપિયા 33,08,550 ઓળવી જઇ પરત ન આપી છેતરપીંડી કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

 

મોટા માણસા ગામે 25,500ની મતાની ચોરી

 જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે રહેતા હરીભાઇ જીણાભાઇ જોગદિયા તથા તેમના પત્ની કાજલબેન ગત તા.26ના સવારના આઠેક વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યા સુધી પોતાના ઘરે તાળુ મારી મજુરી કામે ગયા હતા. તે અરસામાં તસ્કરે તેમના ઘરની દિવાલ ઠેકી ઘરમાં પ્રવેશ કરી રૂમના તાળા તોડી પતરા વાળા રૂમમાં કબાટના કબાટમાંથી રોકડ રૂપિયા 23,500 તથા ચાંદીના છડા વજન આશરે 10 ગ્રામ જેની આશરે કિંમત રૂપિયા 2000 મળી કુલ રૂપિયા 25,500 ના મત્તાની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક