વિવાદ વચ્ચે સુપ્રીમની ફટકાર બાદ પરંપરા પળાઇ
ચેન્નાઇ, તા. 28 : સુપ્રીમ કોર્ટની
ફટકાર બાદ આખરે શનિવારે મદુરાઇની તિરૂપરંકુંદ્રમ પહાડી પર નિર્મિત દીપયૂન પર સાંજે
પાંચ વાગ્યે કાર્તિગઇ દીપમ્ પ્રગટાવાયા હતા.
મંદિર અને દરગાહમાં લાંબા સમયથી
વિવાદ વચ્ચે આજે દીપ પ્રગટાવવા પ્રસંગે હાજર રહેલા હાઇકોર્ટના નિવૃત્ત જ્જ એસ. વૈદ્યનાથને
કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયનો કોઇ વિરોધ નથી. સદભવનનું વાતાવરણ છે.
દીપમ્ પ્રજ્જવલિત થયાના પ્રસંગે
30 કિલોગ્રામ ઘી, 50 મીટર લાંબી કપાસની વાટ અને પાંચ કિલ્લો કપૂરની મદદથી પહાડી ઝગમગી
ઊઠી હતી.
કાર્તિગઇ દીપમ માટે હાઇકોર્ટના
નિવૃત્ત ન્યાયમૂર્તિ વૈદ્યનાથન અને વી. પામિધનને મંદિરની જવાબદારી સોંપાઇ હતી.
દીવડા પ્રગટાવવા માટે હજારોની
સંખ્યામાં ઉમટી પડેલા ભક્ત સમુદાયે ભારે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
વિવાદનું મૂળ દીપ પ્રગટાવવાની
જમીનનો અધિકાર છે. આ પહાડી પર સ્થિત મંદિર અને દરગાહ વચ્ચે પહાડીના કેટલાક ભાગોના ઉપયોગ
અને માલિકી પર લાંબા સમયથી વિવાદ ચાલુ હતો.
અત્યારે વિવાદ પહાડીનાં શિખરે
સ્થિત એક પથ્થરના સ્તંભ માટે હતો. હિન્દુ ભાવિકોનું કહેવું છે કે, આ દીપયૂન એટલે કે,
દીવડો પ્રગટાવવાનાકે પારંપારિક સ્તંભ છે. દરગાહના પક્ષે સ્તંભ સુધી પહોંચવાના રસ્તા
સામે સવાલ ઉઠાવ્યો હતો.