• રવિવાર, 29 નવેમ્બર, 2026

પાટડી હાઇવે પર ટ્રકમાંથી રૂ.31.84 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

7,791 બોટલ-બીયર ટીન સાથે પંજાબના બે શખસને દબોચી લેવાયા

સુરેન્દ્રનગર, તા.28: માલવણ-પાટડી હાઇવે પર એલ.સી.બી.ની ટીમે વોચ ગોઠવીને એક ટ્રકમાંથી રૂ.31.84 લાખના વિદેશી દારૂ, બીયર સહિત ટ્રક, મોબાઇલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.47.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બે શખસને પણ ઝડપી લીધા હતા.

એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ અરાવિંદાસિંહ દિલીપભાઈ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે માલવણ-પાટડી હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ આઇસર ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 5,247 દારૂની બોટલ તેમજ 2,544 બીયર ટીન, જેની કિંમત રૂ.3,07,200 થાય છે, મળી કુલ રૂ.31,84,584નો વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી આઇસર ટ્રક, બે મોબાઇલ સહિતનો કુલ રૂ.47,14,584નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે ટ્રકના ચાલક મનજીતાસિંહ લક્ષ્મણાસિંહ શીખ (રહે.પંજાબ) અને ક્લીનર અંગ્રેજાસિંહ ગુરુદેવાસિંહ શીખ (રહે.પંજાબ)ની ધરપકડ કરી હતી. બંને વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણમાં દારૂનો જથ્થો ભરી આપનાર પંજાબી ઉર્ફે લાંબુ નામના શખસ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખસની સંડોવણી સામે આવી છે. હાલ બંને સહિત તપાસમાં જેનાં નામ ખુલે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.જે. ગોહિલ, પેરોલ ફ્લો સ્કોડના પી.એસ.આઈ. એન.એ. રાયમા તથા હેડ કોન્સ. અરાવિંદાસિંહ ઝાલા, સંજય પાઠક, મેહુલ મકવાણા, ગિરીરાજાસિંહ જાડેજા અને અશ્વિન વાઘેલાની ટીમે સંયુક્ત કામગીરી કરીને આ દારૂ હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક