• શનિવાર, 28 નવેમ્બર, 2026

તમિલનાડુ દીપમ વિવાદ : આજે દીપ પ્રગટાવવા આદેશ

સુપ્રીમે કહ્યું, મામલો સરકાર દ્વારા અદાલતની અવમાનનાનો, ટ્રસ્ટ સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. 27 : સુપ્રીમ કોર્ટે મદુરૈના દીપથૂન સ્તંભ ઉપર દીપ પ્રજ્વલિત કરવાના આદેશનું પાલન ન કરવા બદલ તમિલનાડુ સરકારને આકરો ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો રાજ્ય સરકાર દ્વારા અદાલતની અવમાનના અને જાણીજોઈને આદેશને નજરઅંદાજ કરવાનો મામલો છે. તિરુપરંકુંદ્રમ પહાડ ઉપર દીપ પ્રજ્વલિત કરવાને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમે આવતીકાલે દીપાથૂને  દીવો કરવા આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ભાર મુકીને કહ્યું હતું કે, આદેશનું પાલન કરવું અનિવાર્ય છે. કોર્ટે  મદુરૈના અરુલમિગુ સુબ્રમણ્યમસ્વામી મંદિરના ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કર્યા હતા અને અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે દીપાથૂને દીવો થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. સુનાવણી શરૂ થતા જ શીર્ષ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, સુનાવણી મુખ્ય મામલામાં નહી કરવામાં આવે. કોર્ટ માત્ર 20 નવેમ્બરના આદેશના ઉલ્લંઘન ઉપર સુનાવણી કેન્દ્રીત રાખશે.

સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રશાસનને પણ આદેશને લાગુ કરવામાં નિષ્ફળ ગણ્યા હતા. કોર્ટે મદુરૈમાં સીઆરપીએફ કમાન્ડેન્ટને મંદિર અને દરગાહની સુરક્ષા પોતાના હાથમાં નિર્દેશ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક