મોડાસા, તા.28 : સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમ પેટ્રાલિંગમાં હતી. દરમિયાન તાલોદ તરફથી આવતી શંકાસ્પદ રિ1ક્ષાને રોકવાનો ઈશારો કરતાં ચાલકે રિક્ષા ઊભી રાખવાને બદલે બોરડી ગામ તરફ ભગાડી હતી. પોલીસે પીછો કરતાં ચાલકે બોરડીથી ડેમાઈ જવાના રોડ પર રિક્ષા ઊભી કરી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. રિક્ષાની તપાસ દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ ભરેલી મળી આવી હતી. પોલીસે રૂ.2,76,960ની કિંમતની કુલ 22 પેટીમાંથી 1,008 બોટલ-ટીન વિદેશી દારૂ અને બિયરનો જથ્થો તેમજ રિક્ષા સહિત કુલ રૂ.4,76,960નો મુદ્દામાલ કબજે કરી રિક્ષાના ચાલક વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરી છે.