નવી દિલ્હી, તા.27ઃ ન્યુઝીલેન્ડ વિરુદ્ધના બીજા ટેસ્ટની ભારતીય ઇલેવનમાં ફરી એકવાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો સમાવેશ ન કરવાના નિર્ણયની સુનિલ ગાવસ્કર સહિત બીજા પૂર્વ ખેલાડીઓએ ટીકા કરી છે.
ગાવસ્કરે કહ્યંy છે કે રવીન્દ્ર જાડેજાને સતત બીજા ટેસ્ટમાં બહાર રાખવાનો નિર્ણય ભારતીય ટીમ મેનેજમેન્ટની સૌથી મોટી ભુલ છે. જાડેજાની સ્પિન બોલિંગ ચોથા-પાંચમા દિવસે ઘણી ઉપયોગી બનત. તે સપાટ પિચ પર પણ બોલને ટર્ન કરવાની ક્ષમતા રાખે છે. જયારે સિરાજ વિશે ગવાસ્કરે કહ્યંy ઘણો નિરાશાજનક નિર્ણય છે. સિરાજ વર્તમાન સમયમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. બીજા ટેસ્ટમાંથી બહાર થતાં તેના માટે આ આઘાતમાંથી બહાર આવવું કઠિન બની રહેશે.
મોહમ્મદ કેફે કહ્યંy કે હું વિશ્વાસ કરી શકતો નથી કે સ્ટ્રાઇક બોલર સિરાજ ફરી ઈલેવનની બહાર છે. વિદેશી પ્રવાસમાં બુમરાહ અને સિરાજ ઇલેવનમાં હોવા જ જોઇએ. આકાશ ચોપરાએ પણ ટીકા કરી છે. તેણે કોચ ગંભીર અને કપ્તાન ગિલના આ નિર્ણય સમજથી પર ગણાવ્યા છે.