ચેન્નાઇ,
તા.18: આઇપીએલ ફ્રેંચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે)એ તેના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ
ધોનીના સન્માનમાં આઇકોનિક નંબર 7 જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. ધોનીએ
2008માં આઇપીએલની પહેલી સીઝનમાં સીએસકે તરફથી રમતા 7 નંબરની જર્સી પહેરવાની શરૂઆત કરી
હતી. ધોનીએ તેની 19 વર્ષની આઇપીએલ સફર દરમિયાન 7 નંબરની જ જર્સી પહેરી હતી. હવે તે
નિવૃત્ત થઇ ચૂક્યો છે અને સીએસકેનો મેન્ટોર બન્યો છે. તેની આગેવાનીમાં ટીમે પાંચ વખત
આઇપીએલ ટ્રોફી કબજે કરી હતી. ધોનીની નિવૃત્તિ પછી હવે સીએસકે દ્રારા 7 નંબરની જર્સી
રિટાયર કરવાનો નિર્ણય લીધો છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે 2020માં ધોનીએ જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો ત્યારે
બીસીસીઆઇએ પણ 7 નંબરની જર્સી રિટાયર કરી હતી. ધોનીએ 7 નંબરની જર્સી એ માટે પસંદ કરી
હતી કે તેનો જન્મ 7 જુલાઇએ થયો હતો. તારીખ 7 અને મહિનો 7. આ ઉપરાંત વર્ષ હતું 1981
એટલે કે 8 માઇનસ 1 બરાબર 7.