પસાર થતાં
વાહનનો વીમો
નહીં હોય,
તો એલર્ટ
અપાશે ઃ
દિલ્હીમાં પરીક્ષણ
શરૂ
નવી દિલ્હી,
તા. 18 ઃ
હાઈવે પર
મુસાફરી કરતી
વખતે ટોલ
પ્લાઝા પરથી
પસાર થતા
વાહનચાલકો માટે
નેશનલ હાઈવે
ઓથોરિટી ઓફ
ઈન્ડિયા (ગઇંઅઈં)
દ્વારા મહત્ત્વપૂર્ણ
અને હાઈટેક
સિસ્ટમ શરૂ
કરાઈ છે,
જેથી હવે
ટોલ પ્લાઝા
પાર કરતાં
જ તમારા
વાહન સંલગ્ન
મોબાઈલ પર
એક ખાસ
એસએમએસ આવી
શકે છે,
જમાં તમારા
વાહનનો થર્ડ
પાર્ટી ઈન્શ્યોરન્સ
પૂરો થઈ
ગયો હશે
અથવા તમે
વીમો નહીં
કરાવ્યો હોય,
તો આ
સિસ્ટમ તરત
જ તમને
એલર્ટ મોકલશે.
એક મીડિયા
હેવાલ મુજબ,
હાલમાં એનએચએઆઈ
દ્વારા દિલ્હીમાં
અર્બન એક્સટેન્શન
રોડ-2 પર
આવેલા મુંડકા
ટોલ પ્લાઝા
ખાતે આ
નવી સિસ્ટમનો
પાયલટ પ્રોજેક્ટ
શરૂ કરાયો
છે. પરીક્ષણ
સફળ રહ્યા
બાદ આગામી
સમયમાં તેને
દેશભરના તમામ
નેશનલ હાઈવે
પર લાગુ
કરવાની તૈયારી
છે.
ભારતમાં મોટર
વ્હીકલ એક્ટ
હેઠળ દરેક
વાહન માટે
થર્ડ પાર્ટી
ઈન્શ્યોરન્સ ફરજિયાત
છે, કારણ
કે અકસ્માતની
સ્થિતિમાં પીડિતોને
વળતર અપાવવામાં
તે મહત્ત્વની
ભૂમિકા ભજવે
છે. અધિકારીઓના
જણાવ્યા મુજબ,
આ એસએમએસ
એક ‘િરમાઇન્ડર
નોટિફિકેશન’ તરીકે
કામ કરશે
જેથી વાહનચાલકો
મોટા દંડથી
બચી શકે.
માન્ય વીમા
વગર વાહન
ચલાવતા પ્રથમ
વખત પકડાવા
પર બેઝ
ઈન્શ્યોરન્સ પ્રીમિયમના
ત્રણ ગણા
અથવા 5,000 (બેમાંથી
જે વધુ
હોય તે)
દંડ થઈ
શકે છે,
જ્યારે ફરીથી
આ જ
ભૂલ થવા
પર બેઝ
પ્રીમિયમના પાંચ
ગણા અથવા
10,000 સુધીનો ભારે
દંડ ફટકારવામાં
આવી શકે
છે. હાલમાં
આ વ્યવસ્થા
ટ્રાયલ તબક્કામાં
છે અને
તેની ટેકનિકલ
ખામીઓ સુધારીને
તેને વધુ
સચોટ બનાવવામાં
આવી રહી
છે. આ
સિસ્ટમ સમગ્ર
દેશમાં લાગુ
થવાથી વાહનમાલિકોને
વીમાની તારીખ
યાદ રાખવામાં
સરળતા રહેશે
અને રસ્તા
પર વીમા
વગર દોડતા
જોખમી વાહનો
પર રોક
લાગશે.