કેદીને
આત્મહત્યા માટે ઉશ્કેર્યો : ફરજમાં રુકાવટ
જૂનાગઢ,
તા.18 : જૂનાગઢ જેલમાં એક કાચા કામના કેદીને મળવા આવેલ ત્રણ શખસે પૂર્વ આયોજિત કાવતરાના
ભાગરૂપે જેલની સુરક્ષા અને શાંતિની પરવા કર્યા વગર હંગામો મચાવી કેદીને આત્મહત્યા કરવા
ઉશ્કેરી સત્તાવાળાઓની ફરજમાં રુકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની
વિગત પ્રમાણે જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી તરીકે બંદીવાન એશાને બાબુ મડમ ને ગત સાંજે
સંઘાર ઉવેશ શરીફ, અલ્વી સોહિલ અને ઓસમાણ રફીક મળવા આવ્યા હતા. આ ત્રણેય શખસે કેદી સાથે
પૂર્વયોજિત ષડયંત્રના ભાગરુપે જેલની શાંતિના ધજિયા ઉડે તેમ હંગામો મચાવી કેદીને ગળાફાંસો અથવા ફિનાઈલપી લેવા ઉશ્કેરયો હતો.
કેદીને
મળવા આવેલ ત્રણેય શખસની હરકતોથી જેલ તંત્ર ચોકી ઉઠયું હતું અને મળવાનો સમય પૂર્ણ કરતા
ત્રણેય શખસોએ સત્તાવાળાના આદેશની પરવા કર્યા વગર મળવાનું યથાવત રાખી ફરજ પરના જવાનોને
ધમકી
આપી
ફરજમાં રુકાવટ કર્યાની ગ્રુપ બેના જેલર નરેશ
સાંખટે
કેદી સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.