• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

ભાવનગરમાં લગ્નની લાલચ આપી છૂટાછેડા લીધેલી મહિલાનું અઢી વર્ષ સુધી શોષણ

ભાવનગર, તા.18 : ભાવનગરમાં પતિથી છૂટાછેડા લીધા બાદ એકલી રહેતી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી અઢી વર્ષ સુધી શારીરિક શોષણ કરવાનો મામલો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભાવનગરના અકવાડા ખાતે રહેતા અશોક ગાવિંદભાઈ આલ (ઉં.વ.30)નો આશરે અઢી વર્ષ અગાઉ એક મહિલા સાથે પરિચય થયો હતો. આ મહિલાના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ પતિ સાથે મનમેળ ન થતાં છૂટાછેડા બાદ તે પિયરમાં રહેતી હતી. આ દરમિયાન અશોક સાથે પરિચય થતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપી અશોકે પોતે અપરણિત હોવાનું જણાવી મહિલા સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસના આધારે તે મહિલાને ભાવનગરની અલગ-અલગ હોટલોમાં લઈ જતો હતો અને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. સમય જતાં આરોપી પરિણીત હોવાની હકીકત સામે આવતા મહિલાને પોતાની સાથે છેતરાપિંડી થઈ હોવાનું જણાયું હતું. બાદમાં આરોપીએ લગ્ન કરવાની ના પાડી દેતાં પીડિત મહિલાએ ભરતનગર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આરોપી અશોક ગાવિંદભાઈ આલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક