• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

ગ્રીકો-રોમનમાં નિતેશ સિવાચે સિલ્વર મેડલ જીત્યો

મેન્સ સ્કીફ ઓપાનિંગ સીરિઝમાં  સિલ્વર મેડલ, સાલિંગ, આર્ચરી, સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ્સ મળ્યા

 

નવી દિલ્હી, તા.1 : એશિયન ગેમ્સના આજે ભારત માટે શરૂઆત આંચકાજનક રહી હતી, પરંતુ સાંજ પડતાં સુધીમાં ભારતીય ખેલાડીઓએ મેડલ ટેલીમાં નોંધપાત્ર ઉમેરો કરીને દિવસ પોતાના નામે કર્યો. દિવસના પ્રારંભે મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં ચિખિતા તનિપાર્થી ક્વાર્ટર ફાઇનલમાં બહાર ફેંકાતાં અને મેન્સ વોલીબોલમાં પાકિસ્તાન સામે પરાજય સાંપડતાં નિરાશા વ્યાપી હતી. જોકે, ત્યારબાદ રેસાલિંગ, ટીમ ઇવેન્ટ્સ અને વોટર સ્પોર્ટ્સમાં ભારતે શાનદાર વાપસી દર્શાવી હતી. હવે કુલ 66 મેડલ સાથે ભારત 8મા સ્થાને પહોંચી ગયું છે.

પુરુષોના ગ્રીકો-રોમન 97 કિગ્રા વર્ગમાં ભારતના નિતેશ સિવાચે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલ મુકાબલામાં તેને જાપાનના અગાઉના એશિયન મેડલિસ્ટ યુરી નાકાઝાતો સામે 0-4થી પરાજય ખમવો પડયો હતો.

ઉપરાંત ગામાગોરી સિટી ખાતે યોજાયેલી મેન્સ સ્કીફ ઓપાનિંગ સીરિઝમાં ભારતીય જોડી મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ કુરાસિંકલ નોબલે અસાધારણ કૌશલ્ય દાખવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. 

સ્ક્વોશમાં મેન્સ ટીમ મલેશિયા સામે સેમિફાઇનલમાં 1-2થી હાર થતાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે વિમેન્સ કેટેગરીમાં હોંગકોંગ સામેની સેમિફાઇનલમાં ભારત 1-2થી હાર્યું હતું. તન્વી ખન્નાએ હાયર-રેન્કિગ ખેલાડીને હરાવી અપસેટ સર્જ્યો હતો, પરંતુ યુવા ખેલાડી અનાહત સિંઘ ચાર મેચ પોઇન્ટ હોવા છતાં 2-3થી હારી ગઈ હતી. નિર્ણાયક મેચમાં અનુભવી જોશના ચિનપ્પા પણ હારી જતાં ટીમને બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો.

સાલિંગમાં મહિલા સ્કીફ ઓપાનિંગ સીરિઝમાં હર્ષિતા તોમર અને શીતલ વર્માની જોડીએ નવ રેસના અંતે 24 નેટ પોઇન્ટ સાથે પોડિયમ પર ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.

 

હોકીમાં પાકિસ્તાનને હરાવી ભારત ફાઇનલમાં

 

નવી દિલ્હી, તા.10 : પાકિસ્તાન સામે છેલ્લા એક દાયકાથી ચાલી આવતી અજેય સરસાઈને જાળવી રાખતાં ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં 4-3થી રોમાંચક વિજય મેળવી ફાઇનલમાં ગોલ્ડ મેડલના મુકાબલા માટે પ્રવેશ કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક