• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ : બરેલવીની ફાંસી ઉપર સુપ્રીમની રોક

ગુજરાત હાઈકોર્ટને પડકારતી બરેલવીની અરજી ઉપર ગુજરાત સરકારને નોટિસ

નવી દિલ્હી, તા.1: અમદાવાદમાં વર્ષ 2008નાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનાં કેસમાં સજા-એ-મોત જાહેર થયેલા દોષિત અહેમદ બાબા અબુબકર બરેલવીની ફાંસી ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

આ કેસમાં કુલ 38ને ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી અને બરેલવી તે પૈકી એક છે. આ કેસમાં કુલ 49 આરોપી દોષિત ઠર્યા હતાં. આમાંથી 38ને મૃત્યુદંડ અને 11ને આજીવન કેદની સજા થઈ હતી. જ્યારે 28 આરોપી આમાં નિર્દોષ છૂટી ગયા છે.

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની પીઠે બરેલવીની એ અરજી ઉપર સુનાવણી કરી રહી હતી જેમાં તેણે ગુજરાત હાઈકોર્ટનાં ફેંસલાને પડકાર ફેંક્યો હતો. આમાં તેની દોષસિદ્ધિ અને સજાને યથાવત રાખવામાં આવી હતી.

બરેલવી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, તેને સાજિશથી દોષી ઠરાવી દેવામાં આવ્યો હતો. સુપ્રીમે તેની દલીલ ગ્રાહ્ય રાખીને તેની ફાંસીની સજા ઉપર રોક લગાવી દીધી છે. આ મામલે હવે ગુજરાત સરકારને નોટિસ જારી કરીને જવાબ પણ માગવામાં આવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક