રાજ્ય સરકારનો મોટો નિર્ણય: એક દી’માં બે IAS સહિત 3 અધિકારીને પાણીચું!
-
ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ
મુદ્દે કે. રાજેશ અને ગૌરવ દહિયા સહિત 3ને ફરજિયાત નિવૃત્ત કરાયાં : સરકારની ઝીરો ટોલરન્સ નીતિનો કડક અમલ
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.1 : ગુજરાત સરકારના
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના સનદી અધિકારીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કડક
કાર્યવાહી કરવામાં આવી છે. વિવાદો, ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓમાં ઘેરાયેલા બે
ઈંઅજ અધિકારીઓ ઉપરાંત થરાદના સબ રજિસ્ટ્રાર આર.સી.રબારીને તાત્કાલિક અસરથી ફરજિયાત
નિવૃત્ત કરવાનો આદેશ કરાયો છે. બે-બે IAS ઓફિસર્સમાં (1) 2010ની બેચના ડૉ. ગૌરવ દહિયા અને
(2) 2011ની બેચના કે. રાજેશ સામે રાજ્ય સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લાલ આંખ
કરીને બંનેને તાત્કાલિક અસરથી ‘ફરજિયાત નિવૃત્તિ’નો આદેશ જારી કર્યો છે પરિણામ સ્વરુપ
રાજ્યની સમગ્ર બાબુડમમાં રીતસર સન્નાટો વ્યાપી ગયો છે. અત્યાર સુધી અન્ય સંવર્ગના કર્મીઓ-અધિકારીઓ
પગલાં ભરાતા હતા પરંતુ જેમની સામે સૌથી વધુ ફરિયાદનો ગણગણાટ હતો, તેવી ઈંઅજ રેન્ક સામે
કડક કાર્યવાહી કરાતા તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે.
હરિયાણાના
વતની ડૉ. ગૌરવ દહિયા સામે વર્ષ 2019માં દિલ્હીની એક મહિલા દ્વારા તેમની સામે લગ્ન,
છેતરાપિંડી અને નૈતિક અધ:પતનના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે ઓગસ્ટ
2019માં રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. લાંબી તપાસ બાદ જુલાઈ 2023માં તેમનું
સસ્પેન્શન પાછું ખેંચી ગાંધીનગર ખાતે એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ પર લેવાયા
હતા. તાજેતરમાં હાથ ધરાયેલી કામગીરી અને ટ્રેક રેકોર્ડની ક્રીનિંગ સમીક્ષાના અંતે સરકારે
તેમને કાયમી ધોરણે ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે.
એવી
જ રીતે, સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ કલેક્ટર અને 2011 ની બેચના વિવાદાસ્પદ ઈંઅજ કે. રાજેશ
સામે લંચ-રૂશ્વત અને સત્તાના દુરુપયોગના ગંભીર આરોપો સરકારે આકરું વલણ અપનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન નિયમો કોરાણે મૂકીને 100 થી વધુ
ગેરકાયદે હથિયાર લાયસન્સ મંજૂર કરવા, સરકારી જમીનોના હુકમો બદલી કરોડોની લાંચ લેવી
અને વચેટિયા મોહમ્મદ રફીક મેમણ મારફતે ઉઘરાણું કરવાનો આરોપ હતો.
સબ
રજિસ્ટ્રાર આર.સી. રબારી સામે કડક પગલાં
બનાસકાંઠા
જિલ્લાના થરાદ ખાતે ફરજ બજાવી ચૂકેલા સબ રજિસ્ટ્રાર આર.સી. રબારી સામે પણ કડક હાથે
કામ લેવામાં આવ્યું છે. થરાદમાં ફરજ દરમિયાન સરકારી જમીન સંપાદનના કરોડો રૂપિયાના વળતર
અને ખેતીની જમીન બિનખેતી કરવામાં મોટું આર્થિક કૌભાંડ આચરવાના પુરાવા મળતાં તેમને પણ
ફરજિયાત નિવૃત્ત કરવાનો હુકમ કરાયો છે.