• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

તાલાલા પંથકને આખી રાત ધરતીકંપના આંચકાએ ધ્રુજાવ્યો

એક જ રાતમાં આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ઃ તમામ આંચકાનું એ.પી સેન્ટર તાલાલા થી 11 કિ.મી દૂર નોર્થ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું

તાલાલા ગિર, તા. 1ઃ તાલાલા પંથકમાં લાંબા સમય બાદ ધરતીકંપ નાં આંચકા શરૂ થયાં છે. તાલાલા શહેર સહિત પંથકમાં આખી રાત દરમિયાન છ અને સવારે એક મળી ધરતીકંપના સાત આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા પ્રમાણે તાલાલા પંથકમાં મોડીરાત્રે 1ઃ13 કલાકે પ્રથમ આંચકો આવ્યો હતો જેની તિવ્રતા 1.7 હતી.બીજો આંચકો 2ઃ01 કલાકે તેની તિવ્રતા 2.3 હતી.ત્રીજો આંચકો 2ઃ38 કલાકે જેની તિવ્રતા 1.2 હતી. ચોથો આંચકો 2ઃ42 કલાકે જેની તિવ્રતા 1.2, પાંચમો આંચકો 2ઃ46 કલાકે જેની તિવ્રતા 1.9, છઠો આંચકો વહેલી સવારે 5ઃ18 કલાકે જેની તિવ્રતા 1.5 હતી. જ્યારે સાતમો આંચકો સવારે 9ઃ54 કલાકે 3.2 ની તિવ્રતા નો આવ્યો હતો.

 આ તમામ આંચકા નું એ.પી.સેન્ટર તાલાલા ગિરથી 11 કિ.મી દુર ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું છે. તમામ ધરતીકંપના આંચકા ભૂગર્ભમાંથી માત્ર 5થી 8 કિ.મી ની ઊંડાઈએથી આવ્યા હોઈ ધરતીકંપની ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા ગામોમાં સામાન્ય અસર થઈ હતી. ધરતીકંપના આંચકાથી તાલાલા પંથકમાં કોઈ નુકસાન થયું નથી. જોકે તાલાલા પંથકમાં ધરતીકંપના આંચકાનો સિલસિલો શરૂ થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક