• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

નીટ પરીક્ષામાં સુધારા માટે શું કર્યુ ? : ગઝઅને સુપ્રીમનો સવાલ

પ્રશ્નપત્ર તૈયાર કરતાં 600 તજજ્ઞોને હટાવતી એનટીએ: નવી ટીમ રચાશે

નવી દિલ્હી, તા.19: તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે આયોજિત રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા(નીટ-યુજી) પેપર લીક અને હવે યુજીસી-નેટનાં પેપરમાં પણ ગડબડ બહાર આવ્યા બાદ પ્રશ્નપત્ર તૈયાર કરનારથી લઈને તેનો અનુવાદ કરતા 600 જેટલા નિષ્ણાતો અને પ્રાધ્યાપકોની ટીમ સામે કોરડો વીંઝતા તેમને હટાવી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી(એનટીએ) પાસેથી નીટની પરીક્ષામાં સુધારા માટે ભરવામાં આવેલા પગલાઓની જાણકારી માગી હતી. અદાલતે વિશેષ કરીને પૂછ્યું હતું કે, રાધાકૃષ્ણન સમિતિ અને નંદન નીલેકણી સમિતિની ભલામણો લાગુ કરવાં માટે અત્યાર સુધીમાં શું કરવામાં આવ્યું?

એનટીએ દ્વારા પેપર તૈયાર કરવા માટે 600 તજજ્ઞોને હટાવી દેવામાં આવ્યા બાદ હવે તેમનાં સ્થાને નવી ટીમની રચના કરવામાં આવશે. એનટીએ હવે પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયાને પણ વધુ કડક બનાવવા જઈ રહી છે. હવે આમાં ચાર સ્તરીય તપાસ વ્યવસ્થા

લાગુ કરવામાં આવશે. જેથી પેપર લીક થવાની કે તેમાં ગડબડને કોઈ અવકાશ ન રહે.

દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, નીટ-યુજીની પરીક્ષા કરાવવા માટે અત્યારે જે સિસ્ટમ લાગુ છે તે ફુલ પ્રૂફ એટલે કે સંપૂર્ણ સલામત છે. જો કે આ સમગ્ર પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ હોવાનું સરકારે માન્યું હતું. બીજીબાજુ અદાલતે કહ્યું હતું કે, નીટની પરીક્ષામાં સુધારાને સંસ્થાગત સ્વરૂપ આપવાની આવશ્યકતા છે. સુપ્રીમ કોર્ટે એનટીએને નિર્દેશ આપ્યો હતો કે, તે રાધાકૃષ્ણન અને નીલેકણી સમિતિ દ્વારા કરવામાં આવેલા સૂચનો માટે ભરવામાં આવેલા પગલાની ત્રણ સપ્તાહમાં જાણકારી આપે.

ઇ-પેપરના નવા શુલ્ક