• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો : સર્જિયો ગોર

કાશ્મીરની યાત્રામાં ઓમર અબ્દુલ્લા સાથે બેઠક : ભારત-અમેરિકાના સંબંધોની પણ ચર્ચા

 

શ્રીનગર, તા.19 : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે આજે મુલાકાત બાદ શ્રીનગરમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત બાદ ગોરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. હું પહેલીવાર અહીં આવ્યો છું. આ ખૂબ જ સુંદર સ્થળ છે. ઉમર અબ્દુલ્લાની સાથે ઊભા રહીને મીડિયાને સંબોધતા ગોરે કહ્યું, આ મુલાકાત ખૂબ સારી રહી અને અમે અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા માગીએ છીએ.

વર્ષે ઓપરેશન સિંદૂર અને મે 2020માં પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી અથડામણો બાદ કાશ્મીરની મુલાકાત લેનારા સર્ગિયો ગોર સૌથી વરિષ્ઠ અમેરિકન રાજદ્વારીઓમાંના એક છે. અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોર સાથેની મુલાકાત બાદ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમને અમેરિકા અને ભારતના સંબંધો અંગે ચર્ચા કરવાની તક મળી, જેમાં જમ્મુ-કાશ્મીર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

મીડિયા સાથે વાતચીત દરમિયાન સીએમએ કહ્યું, બેઠક ખૂબ સારી રહી. અમને બન્ને દેશોના સંબંધો અંગે ચર્ચા કરવાની તક મળી પરંતુ ખાસ કરીને એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું કે અમેરિકા જમ્મુ-કાશ્મીર માટે શું કરી શકે છે. સ્વાભાવિક રીતે, કેટલાક જૂના મુદ્દાઓ છે, જેને અમે સમય જતાં ઉકેલવાનો પ્રયાસ કરીશું પરંતુ અમે આ વાતચીતને આગળ વધારવા માટે ઉત્સુક છીએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક