આજે
બીજો વન ડે મેચ: ગિલની ફિટનેસ અને રોહિતના પ્રદર્શન પર નજર
મેચ
સાંજે 5-30થી શરૂ થશે
કાર્ડિફ,
તા.1પ: પહેલા મેચની શાનદાર જીતથી ઉત્સાહિત ભારતીય ટીમ ગુરુવારે કાર્ડિફમાં રમાનાર બીજા
વન ડે મેચમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેનું લક્ષ્ય વધુ એક વિજય સાથે શ્રેણી 2-0થી કબજે
કરવા પર રહેશે. આ મેચમાં કપ્તાન શુભમન ગિલની ફિટનેસ અને રોહિત શર્માના ફોર્મ પર નજર
રહેશે. પહેલા મેચની જીતમાં કપ્તાન ગિલે 80 રન બનાવ્યા હતા. બાદમાં પગના સ્નાયૂ ખેંચાઇ
જવાથી રિટાયર્ડ હર્ટ થયો હતો. પાછલા કેટલાક સમયથી ગિલને ફિટનેસ સંબંધી સમસ્યા ચાલી
રહી છે. રોહિત શર્માને ફિટનેસ સમસ્યા નથી, પણ તેના પ્રદર્શન પર ટીમ મેનેજમેન્ટની વોચ
રહેશે. રોહિત ગત વર્ષે 13 વન ડે મેચ રમ્યો છે. જેમાં એક સદી અને ચાર અર્ધસદીથી 46.91ની
સરેરાશથી પ63 રન બનાવ્યા છે. જે કોઇ મામૂલી રેકોર્ડ નથી, પણ ટીમ તેની પાસેથી વધુ સારા
દેખાવની આશા રાખી રહી છે.
રોહિત
અને વિરાટ 2027ના વન ડે વર્લ્ડ કપની યોજનાના ભાગરૂપે રમી રહ્યા છે. એકાદ-બે મેચની નિષ્ફળતાથી
તેઓ ટીમ બહાર થશે નહીં, પણ હાલના સમયમાં ટીમ મેનેજમેન્ટે સૂર્યકુમાર અને સેમસનને ખરાબ
પ્રદર્શનને લીધે ટીમ બહાર કર્યા તે જોતા 39 વર્ષીય રોહિત માટે આ ચેતવણી બની શકે છે.
ગુરનુર
બ્રારને પણ ફિટનેસની સમસ્યા છે. આથી બીજા વન ડે મેચમાં તેના સ્થાને ભારતીય ઇલેવનમાં
અર્શદીપને તક મળી શકે છે. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરની ફોર્મ વાપસીથી કોચ ગંભીર
ખુશ છે કારણ કે આથી ઓલરાઉન્ડર્સ ખોટની સમસ્યા હળવી થઇ છે.
ઇંગ્લેન્ડ
માટે બીજો મેચ કરો યા મરો સમાન છે. શ્રેણી જીવંત રાખવા તેમના માટે જીત જરૂરી છે. ટી-20
શ્રેણીની 4-0ની જીત બાદ પ્રથમ વન ડેની હાર પછી હેરી બ્રુકની ટીમ બાઉન્સ બેક થવાની ક્ષમતા
રાખે છે. આથી ટીમ ઈન્ડિયાએ સાવધ રહેવું પડશે. મેચ ગુરુવારે સાંજે પ-30થી શરૂ થશે.