નવી
દિલ્હી, તા.1પ: મણિપુરનાં સેનાપતિ જિલ્લામાં આસામ રાઈફલ્સની એક છાવણી ઉપર મંગળવારની
રાતે હિંસક બનેલી ભીડે મોટો હુમલો કરી નાખ્યો હતો અને પથ્થરમારો, તોડફોડ મચાવી હતી.
આ તોફાનમાં સુરક્ષાદળોનાં ત્રણ વાહનોને પણ બાળી નાખવામાં આવ્યા હતાં. આસામ રાઈફલ્સે
માકુઈલોંગદી વિસ્તારમાં હથિયારધારી ઉગ્રવાદીઓ છૂપાયાની ગુપ્તચર બાતમીનાં આધારે ચલાવેલા
તલાશી અભિયાન પછી ઉશ્કેરાયેલા ટોળાએ આ હુમલો કર્યો હતો.