• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ભારતીય મૂળના અનિલ મેનન સ્પેસ સ્ટેશન પહોંચ્યા

આઠ મહિના લાંબા મિશનમાં અંતરીક્ષ અનુસંધાન અને ટેક્નોલોજી સંબંધિત કામ કરશે

નવી દિલ્હી, તા. 15 : નાસાના અંતરીક્ષ યાત્રી અનિલ મેનન અને બે રશિયન અંતરીક્ષ યાત્રી કજાકિસ્તાનથી સોયૂઝ એમએસ-29 અંતરીક્ષ યાન મારફતે આઇએસએસ (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) માટે રવાના થઈ ચૂક્યા છે. અનિલ મેનન અને રશિયન અંતરીક્ષયાત્રી (પ્યોત્ર ડુબ્રોવ, અન્ના કિકિના)ને લઈને અંતરીક્ષ યાન બેંકોનૂર કોસ્મોડ્રોમથી રવાના થયું હતું અને બાદમાં આઈએસએસના પ્રિચાલ મોડયુલ સાથે જોડાયું હતું.

નાસા અનુસાર આ અંનિલ મેનની પહેલી અંતરીક્ષ યાત્રા છે જ્યારે બન્ને રશિયન યાત્રી બીજી વખત મિશન ઉપર ગયા છે. અનિલ મેનની અંતરીક્ષ યાત્રી પત્ની અન્ના વિલ્હેમ સહિત પૂરો પરિવાર આ દરમિયાન બેકોનૂર કોસ્મોડ્રોમમાં હાજર રહ્યા હતા.

અનિલ મેનન, પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિનાનું મિશન આઠ મહિનાનું રહેશે. ત્રણેય એપ્રિલ 2027માં પૃથ્વી ઉપર પરત ફરશે. નાસા અનુસાર મેનન અંતરીક્ષમાં વૈજ્ઞાનિક અનુસંધાન અને નવી ટેક્નોલોજીનું  પ્રદર્શન કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક