ન્યૂ ચંદિગઢ, તા.પ: ભારતીય ક્રિકેટ ટીમ લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમવા ઉતરશે. અફઘાનિસ્તાન વિરુદ્ધનો એકમાત્ર ટેસ્ટ મેચ શનિવારથી મલ્લાંપુરમાં શરૂ થશે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો હિસ્સો નથી. ડબ્લ્યૂટીસીને હવેની રાહ ટીમ ઇન્ડિયા માટે કઠિન છે. આથી અફઘાન સામેના મેચમાં કોચ ગંભીર અને કેપ્ટન ગિલ ઉચિત ટીમ સંયોજન તૈયાર કરવાના ઇરાદે ઉતરશે. પાછલા કેટલાક સમયથી ભારતીય ટેસ્ટ ટીમનું ઘરેલુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જો કે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી અફઘાનિસ્તાન ટીમ મજબૂત નથી. આથી ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. મેચ શનિવારે સવારે 9-30થી શરૂ થશે.
સૌથી
વધુ ચર્ચા એ વાતને લઇને થઇ રહી હતી કે વનડાઉનમાં દેવદત્ત પડીક્કલ હશે કે સાઇ સુદર્શન
? મેચના એક દી’ પહેલા જ કોચ ગંભીરે સ્પષ્ટ કરી દીધું છે કે સુદર્શનને ત્રણ નંબર પર
તક મળતી રહેશે. ભારતીય ટીમ પાછલી ઘરેલુ શ્રેણીની દ. આફ્રિકા વિરુદ્ધની 0-2ની હાર ભુલની
નથી. અફઘાનિસ્તાન ટીમ સફેદ દડાની અનુભવી ટીમ બની ચૂકી છે. જો કે લાલ દડામાં તે હજુ
પણ પરિપકવ નથી. આમ છતાં ભારતીય ટીમ તેને હળવાશથી લેવાની ભુલ નહીં કરે.
કોચ
ગૌતમ ગંભીરે સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના વિકલ્પની શોધ શરૂ કરી દીધી છે. આ મેચમાં
જાડેજાને વિશ્રામ અપાયો છે. તેના સ્થાને માનવ સુથાર અને હર્ષ દુબે સામેલ છે. આ બેમાંથી
કોઇ એકને ઈલેવનમાં તક મળશે જ્યારે ઉપકપ્તાન પદેથી હટવાયા છતાં ઋષભ પંત વિકેટકીપર તરીકે
પહેલી પસંદ હશે.
બીજી
તરફ અફઘાનિસ્તાન ટીમ લાંબા સમયે મળેલ ટેસ્ટ મેચ રમવાના મોકાનો સારી રીતે ઉપયોગ કરવા
માગશે. ભારત સામે 2018માં એક ટેસ્ટ રમનાર અફઘાન ટીમ ત્યારે બે દિવસની અંદર હારી હતી.
એ હારને હવે અફઘાન ટીમ ભુલી ચૂકી છે અને કાલથી શરૂ થતાં ટેસ્ટમાં આક્રમક રણનીતિ સાથે
મેદાનમાં ઉતરશે. ટીમમાં રહમતુલ્લાહ ગુરબાજ, કપ્તાન હશમતુલ્લાહ શાહિદી, અજતુલ્લાહ ઓમરઝાઇ
અને સેદિકુલ્લાહ અટલ જેવા કેટલાક અનુભવી ખેલાડીઓ છે. જો કે રાશિદ ખાનની ખોટ પડશે. તેણે
રેસ્ટ લીધી છે.
ભારતની
સંભવિત ઇલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત
(વિકેટકીપર), નીતીશકુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ
સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.