ફાઇનલમાં ઈન્ડોનેશિયાની જોડી સામે 2-1થી વિજય
સિંગાપોર
તા.31: ભારતીય જુગલ જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી સિંગાપોર ઓપન 7પ0 બેડમિન્ટન
ટૂર્નામેન્ટમાં મેન્સ ડબલ્સમાં ચેમ્પિયન થયા છે. આ સાથે જ સાત્વિક-ચિરાગે બે વર્ષ પછી
બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ટાઇટલ કબજે કર્યું છે. છેલ્લે આ બન્ને 2024માં થાઇલેન્ડ ઓપનમાં
ચેમ્પિયન બન્યા હતા. ભારતીય જોડીનો આ પહેલો સિંગાપોર ઓપન ખિતાબ છે. આજે રમાયેલા ફાઇનલ
મુકાબલમાં ત્રીજા ક્રમની ઈન્ડોનેશિયાની જોડી ફઝર અલ્ફિયાન અને મુહમ્મદ શોહિબુલ સામે
ચોથા ક્રમની ભારતીય જોડી સાત્વિક-ચિરાગનો 18-21, 21-17 અને 21-16થી શાનદાર વિજય થયો
હતો. પહેલી ગેમ ગુમાવ્યા બાદ ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી જીત નોંધાવી હતી. સાત્વિક-ચિરાગનો
ઓવરઓલ આ 8મો ખિતાબ છે.
આ
પહેલા સાત્વિક-ચિરાગે સેમિ ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન અને નંબર વન કોરિયન જોડી કિમ વોન
અને સિયો સેઉંગ સામે 2-19 અને 21-18થી જીત મેળવી અપસેટ કરી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.