• સોમવાર, 01 જૂન, 2026

હીટવેવ સામે સાવધાન રહો : મોદી

‘મન કી બાત’માં વડાપ્રધાને એથ્લિટ          સાથે વાત કરી; વિવિધ પ્રદેશોનાં પીણાં વખાણ્યાં

નવી દિલ્હી, તા. 31 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’નાં માધ્યમથી દેશને સંબોધતાં તીવ્ર ગરમીથી બચવા પ્રવાહી પીતા રહેવાની ભલામણ ભારપૂર્વક કરી હતી.

ગરમી સામે લડવાના ઉપાય, ઉપચાર આપણા રસોડામાંથી પણ મળે છે. ગરમી વધે છે તેમ રસોઇનો સ્વાદ પણ બદલે છે, તેવું વડાપ્રધાને કહ્યું હતું. ગુજરાત અને રાજસ્થાનની છાશ, ઉત્તરભારતમાં આમપન્ના, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડમાં સત્તુનું શરબત, ગોવા, કોંકણમાં કોકમનું શરબત વગેરે ગરમીથી બચાવતા જ નથી, પરંતુ ભારતના વિવિધ ક્ષેત્રોની અનોખી પરંપરાની ઓળખ છે, તેવું મોદી બોલ્યા હતા.

મોદીએ ઝારખંડના રાંચીમાં થયેલી નેશનલ સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે, સ્પર્ધામાં 800 એથ્લિટ્સે ભાગ લીધો હતો, જેઓ દેશભરમાંથી આવ્યા હતા. આ દરમિયાન  ચાર અલગ-અલગ ઈવેન્ટ્સમાં નેશનલ રેકોર્ડ તૂટયા હતા.

પીએમએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશભરમાં પડી રહેલી ભીષણ ગરમીનો ઉલ્લેખ કર્યો હતો અને ફરી એક વખત દેશવાસીઓને સાવધાની રાખવાની અપીલ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક