એલિમિનેટર
મેચમાં હૈદરાબાદ સામે રાજસ્થાનના 8/243
સીઝનમાં
સૌથી વધુ છક્કાનો ગેલનો રેકોર્ડ ધ્વંશ કરતો વૈભવ
ન્યૂ
ચંદિગઢ, તા.27: ચમત્કારિક 1પ વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીના 12 છક્કાથી વિસ્ફોટક અને
વિક્રમી 97 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે
8 વિકેટે 243 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જે આઇપીએલમાં રાજસ્થાનનો સૌથી મોટો સ્કોર
છે. આજે વૈભવ સૂર્યવંશીએ સીઝનમાં કુલ 6પ છક્કા ફટકારી ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાંખ્યો
હતો. જો કે તે 3 રને સદી ચૂકી ગયો હતો અને ગેલની આઇપીએલમાં 30 દડામાં ઝડપી સદીના રેકોર્ડથી
સહેજમાં દૂર રહી ગયો હતો. વૈભવે પહેલા દડાથી પ્રચંડ પ્રહાર શરૂ કરી દીધા હતા. તેણે
સનરાઇઝર્સના કેપ્ટન અને વિશ્વ ક્રિકેટના દિગ્ગજ બોલર પેટ કમિન્સની ઓવરમાં ઉપરાઉપરી
ત્રણ છક્કા ફટકારી રનનો ધોધ વહાવ્યો હતો.
વૈભવ
અને યશસ્વી (29) વચ્ચે પહેલી વિકેટમાં 49 દડામાં 12પ રનની તોફાની ભાગીદારી થઇ હતી.
વૈભવના રન તાંડવથી રાજસ્થાને પાવર પ્લેમાં 80 રન બનાવ્યા હતા. વૈભવના વિસ્ફોટક 97 રન
ઉપરાંત ધ્રુવ જુરેલે 21 દડામાં પ ચોક્કા-3 છક્કાથી પ0 રનની ઝડપી ઈનિંગ રમી હતી. આ પછી
રાજસ્થાને સમયાંતરે વિકેટો ગુમાવી હતી અને રન રફતાર પણ મંદ પડી ગઇ હતી. આમ છતાં તેનો
સ્કોર 243 રને પહોંચ્યો હતો. હૈદરાબાદ તરફથી પ્રફૂલ્લ હિંગેએ પ4 રનમાં 3 વિકેટ લીધી
હતી.