• ગુરુવાર, 28 મે, 2026

પાછલી 8 સીઝનથી કવોલીફાયર-1 વિજેતા ટીમ આઇપીએલ ચેમ્પિયન બની

RCBપાસે  સતત બીજીવાર ખિતાબ કબજે કરવાની તક

નવી દિલ્હી, તા.27: આઇપીએલ-2026 સીઝનના કવોલીફાયર-1 મેચની જીત સાથે આરસીબીએ રવિવારે અમદાવાદમાં રમાનાર ફાઇનલ મુકાબલાની ટિકિટ બૂક કરી લીધી છે.

જ્યાં આરસીબીની ટક્કર ક્વોલીફાયર-2 મેચની વિજેતા ટીમ સામે થશે. કવોલીફાર-2 મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે હૈદરાબાદ-રાજસ્થાનમાંથી કોઇ એક ટીમ હશે. આઇપીએલમાં વર્ષ 2011થી પ્લેઓફ રાઉન્ડ શરૂ થયા છે.

એ પહેલા સેમિ ફાઇનલ રમાતા. પ્લેઓફ સિસ્ટમ બાદ અત્યાર સુધી 1પ ફાઇનલ મુકાબલા રમાયા છે. એમાં 12 વખત એ ટીમ ચેમ્પિયન બની છે જેણે કવોલીફાયર-1 મેચમાં જીત હાંસલ કરી હોય. બે વખત એવું થયું છે કે ક્વોલીફાયર-1 મેચ હારનાર ટીમ ચેમ્પિયન બની હોય. એક વખત એલિમિનેટર રમનાર ટીમ ચેમ્પિયન બની છે. પાછલી 8 સીઝનની વાત કરીએ તો દરેક વખતે કવોલીફાયર-1 મેચની વિજેતા ટીમે આઇપીએલ ખિતાબ કબજે કર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ 2013 અને 2017માં કવોલીફાયર-1 મેચ હાર્યાં પછી ચેમ્પિયન બની હતી જ્યારે 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટર મેચમાંથી આગળ વધી ચેમ્પિયન બની હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક