વ્યવસ્થા
આધુનિક કરવા સરકારે ભંડોળ ફાળવ્યું; 80 કરોડ લોકોને ફાયદો થશે
નવી
દિલ્હી, તા. 27 : કેન્દ્ર સરકારે રાશનની દુકાનોને મજબૂત કરવા તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને
આધુનિક બનાવવા માટે 25,530 કરોડ રૂપિયાની ‘સાર્થક’ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના
માર્ચ-2031 સુધી પાંચ વર્ષ માટે લાગુ રહેશે.
માહિતી
અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠકમાં લેવાયેલા
નિર્ણયની જાણકારી આપતાં કહ્યું હતું કે, સરકારની આ પહેલનો લાભ એવા 80 કરોડ નાગરિકોને
થશે જે સરકારના ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ પર
નિર્ભય
છે. ભારત અત્યારે વિશ્વમાં સૌથી મોટો ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ ચલાવે છે, જેના હેઠળ
દર મહિને 80 કરોડ લોકોને પાયાનું રાશન અપાય છે.
સાર્થક
પીડીએસ યોજના હેઠળ રાજ્યમાં ખાદ્યાન્ન પરિવહન માટે એજન્સીઓને સહાય કરાશે.
બીજાં
ચરણમાં સ્માર્ટ જાહેર વિતરણ માટે નિર્મલ, આશા અને સક્ષમ ત્રણ એઆઇ મોડયુલનો ઉપયોગ કરાશે.
જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) આધુનિક બનાવવાથી પાત્ર લાભાર્થીઓની સચોટ ઓળખ અને નાગરિકોનો
સંતોષ વધારી શકાશે.
આશા
મોડયુલ હેઠળ પસંદગીની ભાષામાં ફરિયાદો કરી શકાશે જેનું તાત્કાલિક અસરથી નિવારણ પણ કરાશે.