• મંગળવાર, 19 મે, 2026

મોરબી-વાંકાનેર હાઈ-વે ઉપર 8 લાખની લૂંટ

મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકને કારમાં આવેલા ત્રણ શખસે છરી વડે હુમલો કરી લૂંટી લીધો

મોરબી,તા.18: મોરબી-વાંકાનેર હાઈવે પર ધોળે દિવસે મની ટ્રાન્સફરનું કામ કરતા યુવકના મોપેડને ટક્કર મારી સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ શખસોએ હુમલો કરી 8 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

માણેકવાડા ગામના રહેવાસી ફારૂકભાઈ સુમરા નામના યુવાન મની ટ્રાન્સફરનું કામ કરતા હોય અને 8 લાખની રોકડ રકમ સાથે મોપેડ લઈને સરતાનપર રોડ પર લોનીક્સ સિરામિક પાસેથી બપોરે પસાર થતા હતા. દરમિયાન સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ શખસે એકટીવાને ટક્કર મારી હતી અને કારમાં ત્રણેય શખસે છરી વડે હુમલો કરી યુવાન પાસે રહેલ 8 લાખ રોકડ ભરેલો થેલો લૂંટી નાસી ગયા હતા. બનાવને પગલે ઈજાગ્રસ્ત યુવક ફારૂક સુમરાને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકની પૂછપરછ કરી લૂંટારૂઓ અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી શરુ કરી છે અને જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જોકે લૂંટની ઘટનાએ કાયદો વ્યવસ્થા સ્થિતિની ઉજાગર કરી દીધી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક