ગુવાહાટી,
તા.8: આઇપીએલ-2026 સીઝનમાં ચાહકોને જેનો બેસબ્રીથી ઇંતઝાર હતો તે ટક્કર જોવા મળી હતી.
1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશી અને વિશ્વ ક્રિકેટના નંબર વન બોલર જસપ્રિત બુમરાહ
ગઇકાલના વરસાદગ્રસ્ત મેચમાં જ્યારે આમને-સામને હતા ત્યારે આ બેટલ ઘણી ચર્ચાસ્પદ બની
રહી હતી.
1પ
વર્ષીય વૈભવ સૂર્યવંશીએ તેનો આક્રમક અંદાજ બદલ્યો ન હતો અને બુમરાહ સામે પહેલા દડે
જ છક્કો ફટકાર્યો હતો. આથી ખુદ બુમરાહ પણ વિચાર કરતો થઇ ગયો છે. વૈભવે બુમરાહ સામેના
ત્રીજા દડામાં પણ અદ્ભુત છક્કો ફટકારીને સનસની ફેલાવી દીધી હતી. આ મેચમાં વૈભવને બુમરાહના
પ દડાનો સામનો કરવાની તક મળી હતી. જેમાં તેણે બે છક્કાથી કુલ 13 રન કરી આ ટક્કર પોતાના
નામે કરી હતી. આ મેચમાં વૈભવે ફક્ત 14 દડામાં પ છક્કા અને 1 ચોક્કાથી વિસ્ફોટક 39 રન
બનાવ્યા હતા.