• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

લખનઉ સામે કોલકતાની રાહ કઠિન

સીઝનની પ્રથમ જીત માટે ઊંઊંછ ઇલેવનમાં વ્યાપક ફેરફાર જોવા મળી શકે છે

કોલકતા, તા.8: જીતનો ક્રમ હાંસલ કરવા સંઘર્ષ કરી રહેલ કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ ગુરુવારના મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે. આ મેચમાં સીઝનની પહેલી જીતનો સ્વાદ ચાખવા માટે કેકેઆરની ઇલેવનમાં વ્યાપક બદલાવ જોવા મળી શકે છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના વિજયથી લખનઉ ટીમનું મનોબળ વધ્યું છે. કેકેઆર સામે વિજયક્રમ જાળવી રાખવા માટે તેના ટોપ ઓર્ડર બેટર્સે સારો દેખાવ કરવો પડશે. આ મેચમાં શમીએ 9 રનમાં 2 વિકેટ ઝડપી તેના અનુભવનો પરચો આપ્યો હતો. શમી ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમે છે. આથી ઇડન ગાર્ડનની પરિસ્થિતિથી સારો એવો વાકેફ છે. તેની સામે કેકેઆરના બેટધરોની કસોટી થશે.

કેકેઆર ટીમે ત્રણેય મેચમાં જીત મેળવી નથી. પાછલો મેચ પંજાબ સામે હતો. જેમાં 2પ રનમાં 2 વિકેટ પડી ગઇ હતી. બાદમાં વરસાદને લીધે મેચ પડતો મુકાયો હતો અને 1 પોઇન્ટથી ખાતું ખોલાવ્યું હતું. ગુરૂવારે રમાનાર આ મેચમાં વરસાદની થોડી સંભાવના છે. હવામાન ખાતાએ કોલકતામાં બુધવારે સાંજે અને ગુરુવારે સવારે વરસાદની આગાહી કરી છે. સાંજે સંભાવના ઓછી છે. જે આયોજકો માટે રાહતના સમાચાર છે.

એલએસજીની તાકાત પાવરપ્લેમાં ચુસ્ત બોલિંગ છે. શમીના સાથમાં પ્રિન્સ યાદવ પણ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. કેકેઆરની ઓપનિંગ જોડી ફિન એલન અને કપ્તાન અજિંકયા રહાણે હજુ સુધી સારો દેખાવ કરી શકી નથી. જેનો ફાયદો એલએસજીના બોલર્સને મળી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક