દિવ્યાંગની કેટેગરીમાં માત્ર મેરિટના આધારે
જ નિયુક્તિ જરૂરી : સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
નવી
દિલ્હી, તા. 8 : સુપ્રીમ કોર્ટે અનામતના નિયમો ઉપર એક મહત્ત્વપૂર્ણ સ્પષ્ટીકરણ આપતા
કહ્યું છે કે દિવ્યાંગ વ્યક્તિઓ (પીડબલ્યુડી) માટે નિર્ધારિત ખાલી જગ્યાઓ એક ‘ઓપન પૂલ’
જેવી છે. જેમાં પસંદગીનો મુખ્ય આધાર માત્ર મેરિટ (યોગ્યતા)રહેશે. કોર્ટ અનુસાર આ સીટ
ઉપર કોઈપણ સામાજીક કે વિશેષ શ્રેણી (એસસી, એસટી, ઓબીસી અથવા જનરલ)નો પાત્ર ઉમેદવાર
નિયુક્ત કરી શકાય છે.
જસ્ટિસ
સંજય કરોલ અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની પીઠે કોલકાતા હાઈ કોર્ટના ચુકાદાને પલટયો
હતો. જેમાં ઓછા અંકના સામાન્ય શ્રેણીના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવી હતી. કોર્ટે
સ્પષ્ટ કર્યું હતું કે, અનામત શ્રેણીમાં કોઈ અલગ સામાજીક વર્ગ નથી પણ તે તમામ માટે
એક ખુલ્લું મેદાન છે. ચુકાદો લખતા જસ્ટિસ સિંહે કહ્યુંં હતું કે અનામત કાયદામાં પૂરી
રીતે સ્થાપિત છે કે ઓપન શ્રેણી કોઈ વિશેષ સામાજીક અથવા સામુખાયીક શ્રેણીને સંદર્ભિત
કરતી નથી. આ જગ્યા દુનિયાભરના તમામ ઉમેદવાર માટે ખુલ્લી છે. આ મામલો પશ્ચિમ બંગાળ રાજ્ય
વિજ કંપનીમાં જુનિયર એન્જીનિયરની ભરતી સંબંધિત હતો. જેમાં એક સીટ બિન અનામત (દિવ્યાંગ
લો વિઝન) માટે હતી.