• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

લખતરના નાયબ મામલતદાર અને પટાવાળો લાંચમાં ઝડપાયા

જમીન વારસાઈની નોંધ માટે 20 હજારની લાંચ લેતા અઈઇના છટકામાં પકડાયા

સુરેન્દ્રનગર, તા.8 : સુરેન્દ્રનગર જિલ્લાની લખતર મામલતદાર કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટાવાળાને 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે. આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગત મુજબ, ફરિયાદીના પિતાએ ખરીદેલી જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે નાયબ મામલતદાર જયદીપાસિંહ પરમારે રૂા. 50,000ની માગણી કરી હતી, જે બાદમાં રૂા. 30,000 નક્કી થઈ હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી પીઆઇ એમ. ડી. પટેલની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં નાયબ મામલતદારના કહેવાથી પટાવાળા કનકાસિંહ ઝાલાએ 20,000 રૂપિયા સ્વીકારતા જ એસીબીએ બન્નેને દબોચી લીધા હતા. આ સમગ્ર કામગીરી એસીબીના મદદનીશ નિયામક જે. ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક