ખાતર
સબસિડી, એચપીસીએલ રાજસ્થાન રિફાઈનરી, અરુણાચલ પ્રદેશનાં બે મોટા હાઈડ્રો પ્રોજેક્ટ
અને જયપુર મેટ્રો ફેઝ-2ને મંજૂરી
નવી
દિલ્હી, તા.8: દેશનાં વિકાસને નવી રફ્તાર આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં
આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કુલ
174207 કરોડ રૂપિયાનાં પાંચ મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોમાં
જયપુર મેટ્રો ફેઝ-2, કિસાનો માટે ખાતર સબસિડી, એચપીસીએલ રાજસ્થાન રિફાઈનરી અને અરુણાચલ
પ્રદેશનાં બે મોટા હાઈડ્રો પ્રોજેક્ટ પણ સામેલ છે. સરકારે જયપરુ મેટ્રો ફેઝ-2ને 13038 કરોડ રૂપિયાનાં
ખર્ચે મંજૂરી આપી છે. જ્યારે ખરીફ સીઝન-2026 માટે 41પ34 કરોડ રૂપિયાની ન્યૂટ્રિએન્ટ
આધારિત સબસિડીને મંજૂરી આપી છે.
આ ઉપરાતં
એચપીસીએલ રાજસ્થાન રિફાઈનરી દેશની સૌથી મોટી ઉર્જા પરિયોજના છે અને તેનાં માટે ખર્ચ
વધારીને 79459 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ સીવાય કમલા હાઈડ્રો પ્રોજેક્ટ અરુણાચલ
પ્રદેશમાં બનાવવામાં આવશે અને તેની ક્ષમતા 1720 મેગાવોટ હશે. તેનાં માટે 26070 કરોડ
રૂપિયા ખર્ચ કરવામાં આવશે.