300 સિક્સર સુધી પહોંચનારો ક્રિસ ગેલ બાદ બીજો બેટ્સમેન બન્યો
નવી
દિલ્હી, તા. 31 : આઈપીએલ 2025ના એલિમિનેટર મુકાબલામાં 30મી મેના ગુજરાત ટાઈટન્સનો સામનો
મુંબઈ સામે થયો હતો. મુલ્લાંપુરના મહારાજા યાદવિંદ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આયોજીત
મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સના ઓપનિંગ બ્ટેસમેન રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું
હતું. રોહિત શર્માએ 50 બોલમાં 81 રન કર્યા હતા. જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ
હતા. રોહિતે 28 બોલમાં અર્ધસદી કરી હતી. આ આઈપીએલ કારકિર્દીની 47મી અર્ધસદી હતી. રોહિતે
આ ઈનિંગ મારફતે આઈપીએલમાં 7000 રન પૂરા કર્યા હતા.
રોહિત
શર્માએ આઈપીએલમાં 300 સિક્સર પણ પૂરી કરી હતી. રોહિત શર્મા કેરેબિયન દિગ્ગજ ક્રિસ ગેલ
બાદ આઈપીએલમાં 300 સિક્સર ફટકારનારો બીજો ખેલાડી બની ગયો છે. ક્રિસ ગેલે આઈપીએલમાં
357 સિક્સર ફટકારી છે. રોહિતે 266મી આઈપીએલ ઈનિંગમાં 7000 રન પૂરા કર્યા છે અને આ આંકડા
સુધી પહોંચનારો બીજો બેટ્સમેન છે. કોહલીએ આઈપીએલમાં સૌથી વધારે 266 મેચમાં 8618 રન
કર્યા છે. કોહલીએ 8 સદી અને 63 અર્ધસદી કરી છે.