વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો ચોથો સૌથી સફળ બેટધર છે. તેના નામે 46.8પની એવરેજથી 9230 રન છે. ભારત તરફથી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનિલ ગાવસ્કર પછી કોહલીના સૌથી વધુ રન છે. તેની 30 સદી પણ ભારત તરફથી સદીની સૂચિમાં ચોથા નંબર પર છે. ખાસ વાત એ છે કે કોહલીએ 7 બેવડી સદી ફટકારી હતી. જે કોઇ પણ ભારતીય બેટધરથી વધુ છે. તેના ડેબ્યૂ પછીથી વિશ્વમાં કોઇ પણ બેટધરે તેનાથી વધુ બેવડી સદી કરી નથી. કોહલી એકમાત્ર એવો બેટર છે. જેણે બે કેલેન્ડર વર્ષમાં 7પથી વધુની સરેરાશથી 1000થી વધુ રન કર્યાં છે.
ટેસ્ટ
ક્રિકેટમાં પાછલા કેટલાક સમયથી કોહલી સતત સંઘર્ષ કરી રહ્યો હતો. નવેમ્બર 2024માં પર્થ
ટેસ્ટમાં તેણે અણનમ 100 રન કર્યાં હતા. જે જુલાઇ 2023 પછી તેની પહેલી ટેસ્ટ સદી હતી.
પૂણેમાં 2019માં તેણે દ. આફ્રિકા વિરૂધ્ધ 2પ4 રનની અણનમ ઇનિંગ રમી હતી. એ પછીથી તેની
ટેસ્ટ સરેરાશ પપ.10 સુધી પહોંચી હતી. આ પછી 24 મહિનામાં એકદમ નીચે આવી ગઇ હતી અને
32.પ6 થઇ ગઇ હતી. કોહલીએ તેનું ટેસ્ટ ડેબ્યૂ 2011માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં કર્યું
હતું. પહેલા ટેસ્ટમાં 4 અને 1પ રનની ઇનિંગ રમી હતી. આ પ્રવાસમાં તે પાંચ ઇનિંગમાં
76 રન જ કરી શકયો હતો. બાદમાં વાનખેડે સ્ટેડિયમમાં વિન્ડિઝ વિરૂધ્ધ પ2 અને 63 રનની
ઇનિંગ રમી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કાબેલિયત બતાવી હતી. આ પછી એડિલેડમાં કોહલીએ તેની
પહેલી ટેસ્ટ સદી ફટકારીને વિશ્વ ક્રિકેટમાં પોતાના દબદબાની શરૂઆત કરી હતી. 2014-1પમાં
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 4 સદી સાથે કોહલીએ કુલ 692 રન બનાવ્યા હતા. આ પછીથી તેની ઓળખ
કિંગ કોહલી તરીકે થવા લાગી હતી.
2020ની
શરૂઆત સાથે કોહલીનો સિતારો ટેસ્ટ ફોર્મેટમાં ઝાંખો પડવા લાગ્યો હતો. એ પછીથી તેણે
39 ટેસ્ટમાં 2000થી થોડા વધુ રન કર્યાં હતા. અને સરેરાશ રહી 30.72. પાછલા 10 ટેસ્ટમાં
તેના આંકડા વધુ નીચા આવી ગયા હતા. આ દરમિયાન 19 ઇનિંગમાં 22.47ની એવરેજથી ફકત 382 રન
કર્યાં હતા. આ દરમિયાન પર્થની 100 રનની અણનમ ઇનિંગ હતી.