• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

કોહલીએ કાઉન્ટીમાં ભાગ લેવો જોઈએ : માંજરેકર

પૂર્વ ભારતીય બેટ્સમેનના કહેવા પ્રમાણે કાઉન્ટીમાં રમવાથી ફોર્મ પરત મળશે

નવી દિલ્હી, તા. 18 : ભારતના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીને ઇંગ્લેન્ડમાં થનારી ટેસ્ટ શ્રેણી પહેલા ફોર્મ મેળવવા માટે ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવાનું સૂચન કર્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જૂન જુલાઈમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે અને કોહલી હાલમાં જ ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે નિરાશાજનક પ્રદર્શન બાદથી પોતાની રમતમાં સુધારો કરવા માટે બેતાબ રહેશે.

માંજરેકરે એક પોડકાસ્ટમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ કરતા પહેલા ત્યાંની પરિસ્થિતિમાં અનુકુળ બનવા માટે લાલ બોલથી અભ્યાસ કરવાની સલાહ આપી છે. માંજરેકરે કહ્યું હતું કે કોહલીએ લાલ બોલથી વધુ ક્રિકેટ રમવાની જરૂર છે. ઇંગ્લેન્ડમાં પહેલો ટેસ્ટ મેચ જૂન મહિનામાં છે અને કાઉન્ટી ચેમ્પિયનશિપ એપ્રિલમાં શરૂ થવાની છે. કોહલી પુજારાની જેમ કાઉન્ટીમાં સામેલ થઈ શકે છે અને મેચ અભ્યાસ કરી શકે છે. બાદમાં કોહલીના ટેસ્ટ મેચમાં પ્રદર્શનને ધ્યાને લઈને આગળનો નિર્ણય થઈ શકશે. હકીકતમાં કાઉન્ટી ક્રિકેટ રમવું ખૂબ જ સમજદારીભર્યું પગલું બનશે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025