• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

સપા સાંસદ પ્રિયા સરોજ સાથે રિંકુ સિંહની સગાઇ ?

નવી દિલ્હી તા.17: ટીમ ઇન્ડિયાના ટી-20 વિશેષજ્ઞ બેટધર રિંકુ સિંહ ટૂંક સમયમાં સગાઇ કરશે. રિંકુ સિંહની સગાઇ સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ સાથે થશે તેવા રિપોર્ટ છે. બન્ને પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત થઇ નથી. પરંતુ પ્રિયા સરોજના પિતા અને પૂર્વ સસંદસભ્ય તૂફાની સરોજે કહ્યંy છે કે બન્ને પરિવાર વિચારે છે. પ્રિયા સરોજ લોકસભાની સૌથી યુવા સંસદસભ્ય છે. તેણે ઉત્તરપ્રદેશની મછલી શહેર બેઠક પરથી જીત મેળવી સહુને ચોંકાવ્યા હતા. પ્રિયા સરોજે ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને 3પ8પ0 મતથી હાર આપી હતી. 2પ વર્ષીય પ્રિયા સરોજ સુપ્રિમ કોર્ટની વકીલ છે. જયારે 27 વર્ષીય રિંકુ સિંહ ભારત તરફથી 32 ટી-20 ઇન્ટરનેશનલ મેચ અને 2 વન ડે મેચ રમી ચૂકયો છે. ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 23મીથી શરૂ થતી પ મેચની ટી-20 શ્રેણીની ભારતીય ટીમમાં પણ રિંકુ સિંહ સામેલ છે. તે આઇપીએલમાં કેકેઆર ટીમનો સ્ટાર ખેલાડી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025