• બુધવાર, 22 મે, 2024

ઝારખંડમાં 12 નક્સલીનું આત્મસમર્પણ

લોકસભા ચૂંટણી પહેલા મોટી સફળતા : 1 કરોડના ઈનામી નક્સલી જૂથના પ્રમુખના સાથીદારો હતા

ચાઈબાસા, તા. 11 : લોકસભા ચૂંટણી પહેલા ઝારખંડ પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં 12 નક્સલવાદીએ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલી કોલ્હાન અને ચાઈબાસાના સારંડા વિસ્તારમાં સક્રિય હતા તેમજ એક કરોડ રૂપિયાના ઈનામી નક્સલી મિસિર બેસરા જૂથના સભ્યો હતા.ક્યા ક્યા નક્સલીએ સરેન્ડર કર્યું અને કેટલા હથિયાર સાથે કર્યું તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર એક કરોડના ઈનામી નક્સલી મિસિર બેસરા જૂથના 12 સભ્યએ ઘણા દિવસથી હિંસાનો રસ્તો છોડીને મુખ્ય ધારામાં પરત ફરવા માટે પશ્ચિમી સિંહભૂમ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં હતા. પોલીસ ઉપર ભરોસો કરીને તમામ જંગલમાંથી બહાર આવ્યા હતા અને હથિયાર હેઠા મૂકવાનું કામ કર્યું હતું. જાણકારી અનુસાર તમામને ટૂંક સમયમાં વિધિવત્ રીતે ઝારખંડ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરાવવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક