• શનિવાર, 20 એપ્રિલ, 2024

ઓરિસ્સા રેલ દુર્ઘટના પછી ટિકિટ કેન્સલેશન વધ્યાનો કોંગ્રેસનો દાવો આઈઆરસીટીસીએ ફગાવ્યો દાવો: કહ્યું, કેન્સલેશન ઘટયું

નવી દિલ્હી, તા.6: ઓરિસ્સામાં ભયંકર રેલ અકસ્માત પછી ભારે મોટા પ્રમાણમાં રેલ મુસાફરોએ ટ્રેનની ટિકિટો કેન્સલ કરાવવા માંડી હોવાનો દાવો કોંગ્રેસે કર્યો હતો. જેને આઈઆરસીટીસીએ રદિયો આપ્યો છે.  મુખ્ય વિપક્ષ કોંગ્રેસનાં નેતા ભક્ત ચરણદાસે આરોપ લગાવ્યો હતો કે, ઓરિસ્સાની દુર્ઘટના પછી હજારો લોકો પોતાની ટ્રેન ટિકિટ કેન્સલ કરાવી રહ્યાં છે કારણ કે તેમને રેલવે મુસાફરી સુરક્ષિત જણાતી નથી. જેની સામે આઈઆરસીટીસીએ ટ્વિટર કરીને દાવાને ખારિજ કરી નાખ્યો હતો. આઈઆરસીટીસીએ કહ્યું હતું કે, ટિકિટ કેન્સલેશનનો દાવો તથ્યાત્મક રૂપે ખોટો છે. હકીકતમાં તો ટિકિટ રદ કરાવવાનું પ્રમાણ ઘટયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક